fbpx
રાષ્ટ્રીય

ટ્રમ્પ ઓનલાઇન ક્લાસ કરતા વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરશ

અમેરિકામાં કોરોના વાઈરસ મહામારી વચ્ચે સ્ટૂડન્ટ વિઝાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રમ્પ સરકારે નિર્ણય કર્યો છે કે, તેઓ એવા વિદ્યાર્થીઓના સ્ટૂડન્ટ વિઝા રદ્દ કરશે, જેમનો અભ્યાસ કોરોનાના કારણે માત્ર ઓનલાઈન ચાલી રહ્યો છે. આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર વધારે અસર થશે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ ૧૦ લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે. તેમા ૨ લાખથી વધારે ભારતીય છે.
ઈમીગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ૈંઝ્રઈ) મુજબ, સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકામાં ભણી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ, કે જેમનો અભ્યાસ માત્ર ઓનલાઈન ચાલી રહ્યો છે. તેમને અમેરિકા છોડીને પોતાના દેશમાં પરત ફરવું પડશે.
હોમલેન્ડ સિક્્યોરિટી વિભાગના એક રિપોર્ટ અનુસાર, હાલના સમયમાં અમેરિકામાં ૧૦ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પાસે સ્ટૂડન્ટ વિઝા છે.
ૈંઝ્રઈ મુજબ, હ્લ-૧ના વિદ્યાર્થીઓ એકેડમિક કોર્સ વર્કમાં સામેલ થાય છે. જ્યારે સ્-૧ સ્ટૂડન્ટ વોકેશનલ કોર્સવર્ક કરે છે. હ્લ-૧ વિઝા એવા ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવે છે. જે કોઈ અમેરિકન કાલેજ કે યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્યક્રમમાં ભાગ લે છે. તેઓ પોતાનું શૈક્ષણિક સત્ર પૂર્ણ કરવામાં લાગતા સમય ઉપરાંત ૬૦ દિવસ પહેલા સુધી અમેરિકામાં રહી શકે છે.
સ્-૧ વિઝાનો ઉપયોગ એવા વ્યક્ત દ્વારા કરવામાં આવે છે, જે શૈક્ષણિક નહીં, પરંત વ્યવસાયીક કાર્ય કરવા માંગે છે. સ્૧ વિઝા ધારકના સ્પાઉશને સ્-૨ વિઝા આપવામાં આવે છે.
કોરોના સંક્રમણના કારણે અમેરિકાની અનેક મોટી યુનિવર્સિટીએ પહેલાથી જ ઓનલાઈન અભ્યાસ કરાવવાનો શરૂ કરી દીધો છે. હાવર્ડે પણ પોતાના તમામ કોર્સ ઓનલાઈન શરૂ કરી દીધો છે અને કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓને પણ હવે ક્લાસમાં જવાની જરૂર નથી. એવામાં અમેરિકામાં રહીને હાવર્ડમાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને પરત મોકલવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી દીધી છે કે, કેટલાક ખાસ સ્ટૂડન્ટ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસિસ શરૂ હોવાના કારણે અમેરિકામાં રહેવાની જરૂરિયાત નહીં રહે. એવામાં વિદ્યાર્થીઓને અમેરિકા દર સેમેસ્ટરના વિઝા ઉપલબ્ધ નહીં કરાવે અને તેમને ઘરે પરત ફરવું જાઈએ. હાલ અમેરિકાની મોટાભાગની યુનિવર્સિટીમાં ઓનલાઈન અભ્યાસ ચલાવાઈ રહ્યો છે.
૨૦૧૮-૧૯માં અમેરિકામાં કુલ ૧૦ લાખ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા છે. તે અમેરિકામાં હાયર સ્ટડિઝ કરનારમાં ૫.૫% છે. ૨૦૧૮માં અમેરિકાને વિદેશી વિદ્યાર્થીઓથી ૪૪.૭ કરોડ ડોલરની કમાણી થઈ હતી. સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનના છે. ત્યારપછી ભારત, સાઉથ કોરિયા, સાઉદી અરબ અને કેનેડાનો નંબર છે. ૨૦૧૮-૧૯માં ભારતમાંથી બે લાખથી વધારે વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. ચીનથી ૩,૬૯,૫૪૮ વિદ્યાર્થીઓ અમેરિકા આવ્યા.

Follow Me:

Related Posts