fbpx
રાષ્ટ્રીય

પીઓકેમાં ગેરકાયદે ડેમના વિરોધમાં લોકોએ પાક-ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યું

ચીન વિરૂદ્ધ દુનિયાના અલગ-અલગ ભાગોમાં અવાજ ઉઠી રહ્યો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સોમવારે સેંકડો લોકોએ ચીન વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ અને પાકિસ્તાની સરકાર પર તેમની સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે. અહીં મુઝફ્ફરાબાદમાં લોકો ચીન અને પાકિસ્તાન દ્વારા મળીને બનાવવામાં આવી પહેલા એક ડેમ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
મુઝફ્ફરાબાદમાં ઝેલમ અને નીલમ નદીની પાસે પાકિસ્તાની સરકાર ચીનની મદદથી એક ડેમ બનાવી રહી છે પરંતુ મુઝફ્ફરાબાદના નિવાસીઓનુ કહેવુ છે કે આ વિશે તેમને કોઈ જાણકારી નથી, ના તેમને પૂછવામાં આવ્યુ છે. પીઓકેના નિવાસીઓએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાની સરકારે માત્ર પૈસા માટે ચીનની સાથે આ ડેમ બનાવવાની ડીલ કરી છે. જેમાં પીઓકેના લોકોને કોઈ ફાયદો નથી અને ના તેમની સલાહ લેવામાં આવી છે.
આવુ પહેલી વાર નથી કે પીઓકે માં પાકિસ્તાન અને ચીન વિરૂદ્ધ અવાજ ઉઠી હોય. અગાઉ પણ પીઓકે ના લોકો ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો વિરોધ કરતા આવ્યા છે.
કોરોના સંકટ બાદ ચીન જે રીતે દુનિયામાં અલગ પડ્યુ છે અને તે બાદ ભારત સાથેના સંઘર્ષે કેટલાક મોટા દેશોને તેના વિરૂદ્ધ કરી દીધા છે. તેનાથી પાકિસ્તાનમાં હલચલ મચી છે. પાકિસ્તાનના વિદેશ વિભાગે વડાપ્રધાન ઈમરાન ખાનનો એક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં પાકિસ્તાનની ચીન નીતિ પર વિચાર કરવાનુ  છે.
એવુ એટલે કેમ કે વર્તમાન સમયમાં એક પાકિસ્તાન જ છે જે દરેક સમયે ચીનની સાથે ઉભુ છે. એવામાં જા દુનિયા ચીનને અલગ કરી દેશે, તો તેની પાકિસ્તાન પર મોટી અસર પડશે.

Follow Me:

Related Posts