fbpx
રાષ્ટ્રીય

પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણઃ ૨ જવાન ઘાયલ, ૧ આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આવેલા ગુસૂમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક પોલીસ કર્મચારી અને સેનાનો એક જવાન ઘાયલ થયા છે. એક અહેવાલ પ્રમાણે પોલીસ અને આર્મીની ૫૩  રાઈફલની ટીમ દ્વારા ગુસૂમાં સર્ચ ઓપરેશન ચાલી  છે. ઓપરેશન દરમિયાન સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
પોલીસ અને આર્મીના જવાનોએ તે વિસ્તારને ઘેર્યો તે સાથે જ આતંકવાદીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ગોળીબાર શરૂ કરી દીધો હતો. જા કે જાઈન્ટ ટીમ દ્વારા આતંકવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અથડામણ શરૂ થઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ જાઈન્ટ ટીમ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ફાયરિંગની  કરી છે. એક અહેવાલ પ્રમાણે તે વિસ્તારમાં બે-ત્રણ જેટલા આતંકવાદીઓ સંતાયા છે અને આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે હજુ પણ ફાયરિંગ ચાલુ છે.

Follow Me:

Related Posts