fbpx
રાષ્ટ્રીય

કોરોના અનરાધારઃ૨૪ કલાકમાં ૨૩ હજાર કેસ,૪૮૨ના મોત

કોરોના વાઇરસ હવાથી પણ ફેલાય છે એવા ૨૦૦ કરતાં વધારે વિજ્ઞાનીઓના દાવાને વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબ્લ્યુએચઓ)ના સમર્થનના પગલે આ રોગના સક્રમણ સામે વધુ અસરકારક રણનીતિના વૈશ્વિક મંથન વચ્ચે ભારતમાં કોરોનાના કેસો અનરાધાર વરસાદની જેમ વધી રહ્યાં હોય તેમ સતત પાંચમા દિવસે ૨૦ હજાર કરતાં વધારે અને છેલ્લાં ૨૪ કલાકમાં ૨૩,૧૩૫ જેટલા કેસો નોંધાયા હતા. આ સાથે વધુ ૪૮૨ લોકોના મોત થયા હતા. અનલોક-૨માં અપાયેલી વધુ છૂટછાટને કારણે કેસો વધ્યા હોવાના અનુમાન વચ્ચે જ્યાં સૌથી વધારે કેસો નોંધાયા તે મહારાષ્ટમુંબઇમાં આજે ૮ જુલાઇથી લોકડાઉનના નિયમોના પાલન સાથે હોટલ અને લોજ ખૂલ્લા મૂકાયા હતા.. જા કે રેસ્ટોરન્ટ બંધ રહેશે. જા કે એક સારી બાબત સમાન હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આ સાથે જ ભારત દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે, હરિયાણાના ફરીદાબાદમાં પહેલી પ્લાઝ્મા બેન્ક શરૂ કરાશે.
આજે બુધવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવાની પરંપરા અનુસાર આજે સવારે જાહેર કરાયેલા આંકડા જાતાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે વધીને ૭ લાખ ૪૩ હજાર ૪૮૧ થઈ ગઈ છે. આ સાથે જ મહારાષ્ટમાં બુધવારે લોજ અને હોટલ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે ૩૩% સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ ગાઈડલાઈન્સ પણ નક્કી કરાઈ છે. જા કે, હાલ રેસ્ટોરન્ટ પર પ્રતિબંધ ચાલું રહેશે.
આંકડાકિય માહિતી જાઇએ તો કુલ કેસ વધીને ૭,૪૩,૪૮૧ થયા છે. સારવાર હેછળના સક્રિય કેસ વધીને ૨ ૨,૬૫,૬૭૦ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૪,૫૭,૦૫૮ થઇ છે જ્યારે મૃત્યુઆંક વધીને ૨૦,૬૫૩ પર પહોંચ્યો છે. મહારાષ્ટમાં કેસ વધીને ૨,૧૭,૧૨૧,તામિલનાડુમાં કેસો વધીને ૧,૧૮,૫૯૪, દિલ્હીમાં ૧,૦૨,૮૩૧ અને ગુજરાતમાં ૩૭,૬૩૬ કેસો થયા છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮૮૩ લોકો સ્વસ્થ્ય થયા છે.
મહારાષ્ટમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૧૭૧૨૧ કેસ નોંધાયા છે જ્યારે ૯૨૫૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૮૫૯૪ કેસ નોંધાઈ ચૂક્્યા છે જેમાંથી ૧૬૩૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૦૨૮૩૧ કેસ નોંધાયા છે જ્યારે ૩૧૬૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૩૭૬૩૮ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૯૭૯ લોકોના મોત થયા છે.
દરમ્યાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યું છે કે, કોરોના વાયરસ હવાથી ફેલાય છે, તે શક્્યતાને નકારી શકાય તેમ નથી. સંગઠને મંગળવારે જણાવ્યું કે, આ દિશામાં પ્રાપ્ત થયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા છે જેના આધાર પર દાવા કરવામાં આવી રહ્યા છે કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે.
તો આ તરફ કેન્દ્ર સરકારે સંક્રમિત દર્દીઓના સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસિવિર દવાના કાળા બજારની ફરિયાદને ગંભીરતાથી લીધી છે. સરકારે મંગળવારે રાજ્યોને  કે, તે હોસ્પટલમાં યોગ્ય ભાવે રેમડેસિવિર દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે. આ સાથે જ ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.

Follow Me:

Related Posts