fbpx
રાષ્ટ્રીય

કોરોના વાયરસ હવા દ્વારા ફેલાઈ શકે છે વિશ્વ આરોગ્ય સંસ્થા

વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યું છે કે, આ શક્્યતાને નકારી શકાય નહીં કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. સંગઠને મંગળવારે જણાવ્યું કે, આ દિશામાં પ્રાપ્ત થયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા છે જેના આધાર પર દાવા કરવામાં આવી રહ્યા છે કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે.
જેનેવામાં એક બ્રીફિંગ દરમિયાન ડબ્લ્યુએચઓ નિષ્ણાંત બેનેડેટ્ટા અલેગ્રાંજીએ જણાવ્યું છે કે, સંસ્થાએ વાયરસના ટ્રાન્સમિશનની રીતોને લઈને પુરાવાને ધ્યાનમાં લીધા છે. આ શક્્યતાને નકારી શકાય નહીં કે જાહેર જગ્યા પર ખાસ કરીને ભીડમાં બંધ જગ્યાઓમાં, ખરાબ વેન્ટલેશનની સ્થતિમાં, હવાથી વાયરસ ફેલાઈ શકે છે. જા કે આને લઈને વધારે પુરાવા જાઈએ અને તેની સ્ટડીની જરૂર હશે અને અમે વાતનું સમર્થન કરીએ છીએ.
ઓસ્ટ્રેલિયાની ક્વીંસલેન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીના પ્રોફેસર લિડિયા મોરોવસ્કોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ હવા મારફતે પણ ફેલાઈ શકે છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાને પત્ર લખીને જાખમ પ્રત્યે લોકોને આગાહ કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો હતો.

Follow Me:

Related Posts