fbpx
રાષ્ટ્રીય

ભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મુક્યો પ્રતિબંધ

ભારતીય સેનાએ પોતાના તમામ જવાનો માટે મોટા ભાગની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુલ ૮૯ મોબાઈલ એપ્લીકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ફેસબુક,ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લકેશન્સનો સમાવેશ થાય છે. જે ૮૯ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે માટે જવાનોને ૧૫ જુલાઈ સુધીમાં તમામ એપ્લીકેશન્સને પોતાના ફોનમાંથી ડિલિટ કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
ફેસબુક,ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત સ્નેપચેટ, સોન્ગ્સ્‌.પીકે, વીચેટ, હાઇક, ટિકટોક, લાઇકી, શેરઇટ, ટ› કોલર, પબજી, ટિન્ડર જેવી એપ્લકેશન્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે તે તમામ એપ્લકેશન્સનો સમાવેશ પણ આ ૮૯ મોબાઈલ એપ્લકેશનમાં થાય છે.
નોંધનીય છે કે ભારત સરકારે ગયા અઠવાડિયે જ ચીનની ૫૯ મોબાઈલ એકેશન્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેમાં લોકપ્રિય એપ્સ ટિકટોક અને યૂસી બ્રાઉઝ જેવી એપ્લીકેશન્સનો સમાવેશ થાય છે. સરકારે  હતું કે આ એપ્લીકેશન્સ દેશની સંપ્રભુતા, અખંડતા અને  સુરક્ષા માટે નુકશાનકારક છે. એપ્લીકેશન્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લદ્દાખ વિસ્તારમાં સીમા પર ચીની જવાનોની સાથે થયેલી અથડામણ બાદ લેવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts