fbpx
રાષ્ટ્રીય

પ્રિ પ્લાનિંગ ? ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

ઉત્તરપ્રદેશના રાજકારણમાં ભારે વગ ધરાવનાર અને તાજેતરમાં કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરનાર ગેંગસ્ટર અને હાઇપ્રોફાઇલ ગુનેગાર વિકાસ દુબેને આજે શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. વિકાસ દુબેને ગઇકાલે સવારે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનના જાણીતા મહાકાલ મંદિરમાંથી ઝડપી લીધા બાદ તેને ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ પર ઉજ્જૈનથી કાનપુર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આજે વહેલી સવારે યુપી એસટીએફના કાફલાની ગાડી કાનપુર નજીક વરસાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. જે ગાડીમાં ગેગસ્ટરને બેસાડવામાં આવ્યો હતો તે એકાએક પલટી ખાઇ ગઇ હતી અને તેનો લાભ લઇને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસની પિસ્તેલ ઝૂંટવીને ગોળીબારો કર્યા પરંતુ તરત જ પોલીસના વળતા ગોળીબારમાં તે ઠાર મરાયો હતો. અકસ્માત બાદ પોલીસ અને વિકાસ દુબે વચ્ચે થયેલી અથડામણમાં સિવિલ પોલીસના ચાર કર્મચારી ઘાયલ થયા હતા જે પૈકીના ત્રણ સબ ઈન્સપેક્ટર છે અને એક કોન્સ્ટેબલ છે. તે સિવાય એસટીએફના બે કમાન્ડોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. એન્કાઉન્ટર કાનપુરથી માત્ર ૧૭ કિમી દૂર ભૌતી નામની જગ્યાએ થયું છે. તે સાથે યુપીના રાજકારણમાં જેને લઇને તરેહ તરેહની ચર્ચાઓ-આક્ષેપો અને કેટલાક નેતાઓ સાથેના રાજકિય સંબંધોના આરોપો વગેરેની આરોપ-પ્રત્યારોપની કહાની પણ તેની સાથે જ પૂરી થઇ ગઇ હોવાનું ચર્ચાઇ  છે. આ સાથે જ યુપીમાં એક હાઇપ્રોફાઇલ કેસ-ડ્રામા અને રાજકિય સંબંધો ધરાવનાર ગેંગસ્ટરની કથાનો પણ અંત આવી ગયો હતો. ગેંગસ્ટરના એન્કાઉન્ટરને લઇને પોલીસ અને યોગી સરકાર પર રાજકિય આક્ષેપો પણ શરૂ થઇ ગયા છે. કોંગ્રેસે એવો સવાલ કર્યો કે ગુંડાનો અંત આવ્યો પણ તેના આકાઓનું શું, તેનો જવાબ યોગી સરકાર અને ભાજપે આપવો જાેઇએ.સપાના નેતા અખિલેશ યાદવે પણ એન્કાઉન્ટરને લઇને સવાલો કર્યા હતા. નવી જાણકારી સામે આવી છે કે મીડિયાની ગાડીઓ સતત જી્‌હ્લ નાં કાફલા પાછળ ચાલી રહી હતી પરંતુ વિકાસ દુબેનાં એન્કાઉન્ટરનાં ઘટનાસ્થળથી ૨૦ કિલોમીટર પહેલાં જ મીડિયાની ગાડીઓ રોકી દેવામાં આવી હતી.
કાનપુરના ન્ન્ઇ હોસ્પિટલના ડોક્ટર આરબી કમલે જણાવ્યું કે, ઘાયલ ત્રણ પોલીસકર્મીઓની હાલત સ્થિર છે.

Follow Me:

Related Posts