fbpx
રાષ્ટ્રીય

બિહારના વાલ્મીકિનગરમાં એસટીએફ એસએસબીએ ચાર નક્સલીઓને ઠાર કર્યા

બિહારના વાલ્મીકિનગર વિધાનસભા ક્ષેત્રમાં નક્સલીઓ અને એસટીએફ અને એસએસબી વચ્ચે અથડામણ થયું હતું. જેમાં ચાર નક્સલીઓ ઠાર માર્યા ગયા છે. જેની પુષ્ટી ખુદ એસએસબી કમાંડેટે કરી છે.
એસએસબીએ ત્રણ એસએલઆર સહિત ચાર હથિયાર જપ્ત કર્યા છે. લૌકરિયા પોલીસ વિસ્તારમાં ચરપનિયા પાસે આ અથડામણ થયુ છે, જેમાં ચાર આતંકીના મોત થયા છે. એસટીએફ અને એસએસબી અને સ્થાનિય પોલીસે ફરાર થયેલા આતંકીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.એસટીએફને વાલ્મીકિ ટાઈગર રિઝર્વના જંગલમાં નક્સલીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી.
ત્યાર બાદ એસટીએફએ એસએસબી સાથે મળી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલી અને એસટીએફ વચ્ચે ફાયરિંગ થયું, જેમાં ચાર આંતકીને ઠાર માર્યા.નક્સલીઓની પુરી ટીમને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરૂ છે. તો બીજી બાજુ વરસાદ હોવાથી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન કેટલીક મુશ્કેલીઓ થઈ રહી છે.

Follow Me:

Related Posts