fbpx
રાષ્ટ્રીય

ડીઝલમાં ૧૧ પૈસાનો વધારો ભાવ ૮૧ રૂપિયાને પાર

દેશમાં ડીઝલની કિંમતમાં આજે એકવાર ફરીથી ઈતિહાસ બની ગયો છે. દેશમાં પ્રથમવાર આ ઇંધણની કિંમત ૮૧ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા સોમવારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૧૧ પૈસાનો વધારો કરવાને કારણે દિલ્હીમાં તે ૮૧.૦૫ રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. પરંતુ આ દિવસે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પાછલા મંગળવારે પણ ડીઝલની કિંમતમાં ૨૫ પૈસાનો વધારો થયો હતો. જ્યારે પેટ્રોલની કિંમતોમાં છેલ્લે ૨૯ જૂને ૫ પૈસાનો વધારો થયો હતો. દિલ્હી દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં પેટ્રોલથી મોંઘુ ડીઝલ વેચાઇ છે.
કોવિડ-૧૯નો પ્રકોપ ભલે ભારતમાં ખુબ વધી રહ્યો છે, પરંતુ વિશ્વભરની અર્થવ્યવસ્થામાં તે અવસાન પર છે. ત્યારબાદ ત્યાં અર્થવ્યવસ્થામાં કામકાજ શરૂ થવાને કારણે કાચા તેલની કિંમતમાં ઉછાળના લક્ષણો દેખાવા લાગ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા શુક્રવારની સવારે કારોબાર શરૂ થયો ત્યારે બજાર નરમ હતુ પરંતુ કારોબારની સમાપ્તિના સમયે તેમાં એક ડોલર પ્રતિ બેરલનો વધારો થયો હતો.

Follow Me:

Related Posts