fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાન ગેહલોત ગેલમાં પાઇલોટ સહિત બળવાખોરો આઉટ

જયપુર કોંગ્રેસ પાર્ટીએ સખત વલણ અપનાવીને આજે સચીન પાઈલટને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન પદેથી તેમજ રાજ્યના પાર્ટી પ્રમુખ પદેથી બરતરફ કરી દીધા છે. પાઈલટની સાથે રાજસ્થાનમાં બે અન્ય પ્રધાનને પણ બરતરફ કરવામાં આવ્યા છે. આ બંને પ્રધાન છે – વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણા. આ બંને પ્રધાને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે બળવો કર્યો હતો અને કેબિનેટમાંથી બરતરફ કરાયેલા પાઈલટને ટેકો આપ્યો હતો.
સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. જેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પાયલટને મનાવવાની ખુબ કોશિશ કરી પરંતુ તેઓ ન માન્યાં. આખરે ત્યારબાદ કોંગ્રેસ હાઈ કમાન્ડે નિર્ણય લીધો. સુરજેવાલાએ આ જાહેરાત કરતી વખતે પાયલટ પ્રત્યે ખુબ નારાજગી વ્યક્ત કરી અને જતાવી દીધુ કે પાર્ટીએ પાયલટને મનાવવામાં કોઈ કસર બાકી રાખી નહતી.
મીડિયા સામે સૂરજેવાલાએ કે ‘સચિન પાયલટ અને કોંગ્રેસના કેટલાક મંત્રી તથા વિધાયક સાથીઓ ભાજપના ષડયંત્રમાં ભેરવાઈને કોંગ્રેસની સરકારને પાડવાની કોશિશમાં સામેલ થયાં.’ તેમણે કે ‘છેલ્લા ૭૨ કલાકથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતૃત્વએ સચિન પાયલટ, સાથી મંત્રીઓ, વિધાયકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી. કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલટ સાથે પોતે અડધો ડઝન વખત વાત કરી.’ તેમણે કે ‘કોંગ્રેસ કાર્યસમિતિના વરિષ્ઠ સભ્યોએ અનેકવાર વાત કરી. અમે અપીલ કરી કે પાયલટ અને બાકી ધારાસભ્યો માટે દરવાજા ખુલ્લા છે, પાછા ફરો, મતભેદ દૂર કરીશું.’
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કે છેલ્લા ચાર દિવસથી કોંગ્રેસ નેતૃત્વએ ખુલ્લા મનથી કે પરિવારનો કોઈ સભ્ય જાે ભટકી જાય, સવારનો ભૂલ્યો સાંજે પાછો ફરે તો તે ભૂલ્યો ન કહેવાય તે પરિવારનો સભ્ય જ છે બધી વાત સાંભળવામાં આવશે. દરેક વાતનો ઉકેલ લાવવામાં આવશે. પણ મને ખેદ છે કે સચિન પાયલટ અને તેમના કેટલાક મંત્રી સાથીઓ ભાજપના ષડયંત્રમાં ભટકીને કોંગ્રેસ પાર્ટીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને પાડવાની કોશિશ કરી રહ્યાં છે જે સ્વીકાર્ય નથી.
આ બાજુ પાયલટને હટાવ્યા બાદ ખબર છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા છે. તેઓ રાજ્યપાલને રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમથી અવગત કરાવી શકે છે. એવું પણ કહેવાય છે કે રાજ્યપાલ સામે વિધાયકોની પરેડ પણ કરાવવામાં આવી શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના ધારાસભ્ય રાજકુમાર રાવતનો પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ આરેપ લગાવી રહ્યાં છે કે અમને એક પ્રકારે કેદ કરવામાં આવ્યાં છે. અમારી ચારેબાજુ પોલીસનો પહેરો લગાવવામાં આવ્યો છે. અને અમને નીકળવા દેવામાં આવતા નથી.
પાઈલટ ઉપરાંત પર્યટન અને ખાદ્ય મંત્રી પદથી વિશ્વેરસિંહ અને રમેશ મીણાને પણ હટાવવામાં આવ્યાં છે. શિક્ષણ રાજ્યમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રહેશે. હેમસિંહ શેખાવતને રાજસ્થાન પ્રદેશ સેવા દળના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ સાથે ગણેશ ગોગરાને યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરાઈ છે.

Follow Me:

Related Posts