fbpx
રાષ્ટ્રીય

આ શહેરોમાં શરૂ થઇ ગયું ફરીથી લોકડાઉન સાવધાન

દેશમાં કોરોનાના કેસ નવ લાખની ઉપર પહોંચી છે. દેશના વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ થયું છે. કોરોનાની ચેઈન તોડવાનો આ એક માત્ર ઉપાય હોવાનું માનવામાં આવી છે.
મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડમાં રાતથી ૧૦ દિવસનું લોકડાઉન શરૂ થઈ ગયું છે. પુણેમાં ૧૪ જુલાઈથી ૨૩ જુલાઈ સુધી લોકડાઉન લાગુ રહેશે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક જ દિવસમાં ૧૯૧ કેસ આવતા સાંજે સાત વાગ્યાથી એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે.
કર્ણાટકના બેંગલુરુ શહેર અને ગ્રામ્ય સહિત દક્ષિણ કર્ણાટકમાં એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ વસ્તુઓ બંધ રહેશે. નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં સોમવારથી શુક્રવાર એમ પાંચ દિવસ સુધી અડધા દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવી છે. સાંજે ચાર વાગ્યાથી લોકડાઉન અમલી બનશે.

Follow Me:

Related Posts