fbpx
રાષ્ટ્રીય

૧ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોનાના કુલ કેસ ૩૫ લાખ થઈ જશેઃ સ્ટડી

ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૩૫ લાખ પર પહોંચી જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આંકડો ૧ સપ્ટેમ્બર સુધીમાં પહોંચશે તેમ માનવામાં આવી છે. જ્યારે કર્ણાટકામાં આ સમય સુધીમાં કુલ કેસનો આંકડો ૨.૧ લાખ પર પહોંચી જશે. આમ થવાની સંભાવના આઇઆઇએસસી ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દ્વારા દેશની અને રાજ્યની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે પ્રમાણે દેશમાં ૧૦ લાખ અને કર્ણાટકમાં ૭૧,૩૦૦ એક્ટિવ કેસ હોઈ શકે છે. જાે કેસ ટોચ પર પહોંચ્યા તો આ આંકડો દેશણાં ૨૦ લાખ અને કર્ણાટકામાં ૪.૧૭ એક્ટિવ કેસ થવાની પણ સંભાવના છે, જ્યારે ૮૮,૦૦૦ના મોત થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.
જાે હાલની સ્થિતિ પ્રમાણે કેસમાં વધારો થતો રહ્યો તો કર્ણાટકમાં ૧.૨ લાખમાં ૨૮,૭૦૦ એક્ટિવ કેસ હશે અને ૫,૪૬૦ના મોત થયા હશે. આજ મોડલ પ્રમાણે દેશમાં ૩૭.૪ લાખ કુલ કેસ હશે જ્યારે ૧૪ લાખ એક્ટિવ કેસ હશે. અને માર્ચ ૨૦૨૧ સુધીમાં ૧.૯ લાખના મોત થયા હશે.
આઇઆઇએસસીના પ્રોફેસર સશીકુમાર જી, દીપક એસ અને તેમની ટીમ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, સપ્ટેમ્બર સુધીમાં મૃત્યુઆંક ૧.૪ લાખ પર પહોંચી શકે છે- જેમાં મહારાષ્ટ્રમાં ૨૫,૦૦૦, દિલ્હીમાં ૯,૭૦૦, કર્ણાટકામાં ૮,૫૦૦ તામિલનાડુમાં ૬,૩૦૦ અને ગુજરાતમાં ૭,૩૦૦ લોકોના મોત થશે. આ જાેતા ભારતમાં ૧ નવેમ્બર સુધીમાં ૧.૨ કરોડ કેસ ૫ લાખના મોત, જાન્યુઆરી ૧ સુધીમાં ૨.૯ કરોડ કે અને ૧૦ લાખના મોત થયા હશે. આ પ્રમાણે ૧ નવેમ્બર સુધીમાં કર્ણાટકામાં ૭.૨ લાખ કેસ અને ૩૦,૪૦૦ના મોત જ્યારે ૧ જાન્યુઆરીએ ૧૦.૮ લાખ કેસ અને ૭૮,૯૦૦ના મોત થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
રાજ્યોના અને દેશના આંકડાને ધ્યાનમાં રાખીને આ ગણતરી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે દેશના કેસની સરખામણીમાં કેરળ, કર્ણાટકા, ઉત્તરપ્રદેશ વગેરે દેશોની સ્થિતિ સારી છે, જ્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશમાં કેસ દેશની સરખામણીમાં વધારે ખરાબ છે.

Follow Me:

Related Posts