fbpx
રાષ્ટ્રીય

કોઈ શરત વગર પાકિસ્તાન કુલભૂષણ જાધવને કાૅન્સુલર એક્સેસ આપે

ભારતે પાકિસ્તાનને છે કે તેઓ કોઈ શરત વગર જેલમાં કેદ ભારતીય નાગરિક અને પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવને કાૅન્સુલર એક્સેસ આપે. કાૅન્સુલર એક્સેસનો અર્થ છે કે ભારતના રાજદૂત કે અધિકારીને જેલમાં તેમને મળવાની મંજૂરી આપવામાં આવે. ગત સપ્તાહે ભારતે હતું કે તેઓ આ મામલામાં કાયદાકિય વિકલ્પોને તપાસી છે.
મૂળે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે સૈન્ય કોર્ટથી મોતની સજા ફટકારેલા જાધવને પુનર્વિચાર અરજી દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો છે. જાેકે બાદમાં ભારતના કડક વલણ બાદ પાકિસ્તાન પલટી ગયું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવને મોતની સજા વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે એટલે કે ૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવને પહેલીવાર કાૅન્સુલર એક્સેસ આપ્યું હતું. તે સમયે ઇસ્લામાબાદમાં ભારતના ઉપ ઉચ્ચાયુક્ત ગૌરવ અહલૂવાલિયાએ તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન કુલભૂષણ જાધવ પર ખોટા નિવેદનો આપવા માટે દબાણ કરી છે.

Follow Me:

Related Posts