fbpx
રાષ્ટ્રીય

બિહારમાં ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલો પુલ ૨૯ દિવસમાં જ ધડામ

બિહાર આ સમયે બમણી તકલીફોની સામે ઝઝૂમી છે. એક તરફ પૂરનો આતંક અને બીજી તરફ કોરોનાનો કહેર, ઉપરથી પ્રશાસનની નિષ્ફળતા. સુશાસનનો દાવો કરનારી નીતીશ સરકારના દાવાઓની પોલ ગોપાગંજમાં પુલનો એક ભાગ જમીનદોસ્ત થઈ જતા ખુલ્લી પડી ગઈ છે. એક મહિના અગાઉ જ સત્તર ઘાચ મહાસેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ પુલ હવે પાણીમાં વહી ગયો છે.
૧૬ જૂનના રોજ મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુલનું ઉદ્ધાટન કર્યું હતું. પાણીના દબાણના કારણે પુલ તૂટી ગયો છે. જેના કારણે લોકોના અવર-જવર માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. લાલછાપર, મુઝફ્ફરપુર, મોતિહારી, બેતિયા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે.
આ ઘટના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્‌વીટ કરીને કે આઠ વર્ષમાં ૨૬૩.૪૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ગોપાલગંજના સત્તર ઘાટ પુલનું ૧૬ જૂનના રોજ નીતીશ કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૨૯ દિવસમાં જ આ પુલ જમીનદોસ્ત થઈ ગયો છે. ખબરદાર! જાે કોઈએ આને નીતીશ જીનો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે તો. ૨૬૩ કરોડની તો તેમના ઉંદરો દારૂ પી જાય છે.
આ પુલ ગોપાલગંજના ચંપારણથી અને આ સાથે જ તિરહુતના કેટલાક જિલ્લાઓને જાેડતો હતો. નોંધનીય છે કે બુધવારના રોજ ત્રણ લાખથી વધારે ક્્યૂસેક પાણીનું દબાણ હતું. ગંડકના આટલા મોટો જળસ્તરના દબાણના કારણે આ મહાસેતુનો એપ્રોચ રોડ તૂટી ગયો. બૈકુંઠપુરના ફૈજુલ્લાહપુરમાં આ પુલ તૂટ્યો છે.

Follow Me:

Related Posts