fbpx
રાષ્ટ્રીય

આગામી ૩ વર્ષમાં ભારતીય રેલવે ૧૦૦ ટકા વિદ્યુત પુરવઠાથી ચાલતી જશે ગોયલ

કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે નિવેદન આપ્યું હતું કે, ભારતીય રેલવે આવનારા ૩.૫ વર્ષ સુધીમાં ૧૦૦ ટકા વીજળીથી સંચાલિત થઇ જશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રીન રેલવે એટલે કે પ્રદૂષણમુક્ત ટ્રેન ઉપલબ્ધ કરી દેવાનું લક્ષ્ય છે.
રેલવે પ્રધાન પિયુષ ગોયલ ભારતીય ઉદ્યોગ સંઘના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જાના સંવર્ધનમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્ર સરકાર સોલર ઊર્જા ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવા અનેક પ્રયત્નો કરી રહી છે.”ભારતીય રેલવે આવનારા ૩.૫ વર્ષમાં ૧૦૦ ટકા વિદ્યુત સંચાલિત અને ૯થી ૧૦ વર્ષોમાં ઝીરો ઓપરેટર ધરાવતી થઇ જશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આપણે સૌ વિશ્વની સૌથી વિશાળ ‘ગ્રીન રેલવે’ ધરાવનાર દેશના નાગરિક તરીકે ગર્વ અનુભવીશું.
ભારતીય રેલવે દ્વારા ૪૦,૦૦૦ કિલોમીટર રૂટની રેલવે લાઈન ને વિદ્યુત સંચાલિત કરી દેવામાં આવી છે જેમાંથી ૧૮,૬૦૫ કિલોમીટર રૂટ નું વર્ષ ૨૦૧૪-૨૦ દરમિયાન વિદ્યુત સંચાલન થઇ ગયું હતું.હવે વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ૭,૦૦૦ કિમી રૂટને વિદ્યુત સંચાલિત કરવાનો લક્ષ્યાંક છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં બ્રોડ ગેજ નેટવર્કનાં તમામ રૂટ વિદ્યુત સંચાલિત થઈ જશે.

Follow Me:

Related Posts