fbpx
રાષ્ટ્રીય

તિરુપતિ મંદિરમાં એક સાથે ૧૪ પૂજારી કોરોના પોઝિટિવ

દેશના સૌથી ધનિક મંદિરો પૈકીના એકમાં તિરુપતિની ગણના થાય છે. કોરોના મહામારીના કારણે ૮૦ દિવસ સુધી બંધ રહ્યા બાદ આંધ્રપ્રદેશનું તિરુપતિ મંદિર ૧૧ જૂને ફરી ખૂલ્યું હતું. જે બાદ આજે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં ૧૪ પુજારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
એકસાથે ૧૪ પુજારીના રિપોર્ટ પોઝિટિવ આવતાં મંદિરના મેનેજમેન્ટમાં હાહાકાર મચી ગયો હતો. જેને લઈ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી અનિલ કુમાર સિંગલે મંદિરના પુજારીઓ અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે નોટબંધીના ૪ વર્ષ બાદ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ બદલવા માટે કેન્દ્રેને આગ્રહ કર્યો હતો. ટીટીડીના ચેરમેન વાઈવી સુબ્બા રેડ્ડીએ સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી ૫૧ કરોડ રૂપિયાની જૂની નોટ બદલી આપવા આગ્રહ કર્યો હતો. તેમણે તે, કોરોના સંકટના કારણે મંદિરની આર્થિક સ્થિતિ સારી નથી. તેથી ટીટીડી જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બદલવા ઈચ્છે છે.

Follow Me:

Related Posts