fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં સરકાર પાડવા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કાવતરુ ઘડ્યુઃ કોંગ્રેસ

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય દંગલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થકો તરફથી ઓડિયો ક્લિપ જારી કરી કેન્દ્રીય મંત્રી પર આરોપ લગાવ્યો કે રાજ્યમાં સરકાર પાડી દેવા માટે કાવતરુ ઘડી રહ્યાં છે. એવમાં તેમની સામે તાત્કાલિક એફઆઇઆર નોંધી ઘરપકડ કરવી જાેઇએ. આ અંગે એસઓજીમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ પાયલોટ સમર્થક બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યાં છે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપ લગાવ્યો છે કે વાયરલ ઓડિયોમાં ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનની સરકાર પાડી દેવા માટે કાવતરુ ઘડી રહ્યાં છે. ગજેન્દ્ર સિંહ શેખાવત હાલ સંજય જેન થકી કોંગ્રેસ ધારાસભ્ય ભંવર લાલ શર્માના સંપર્કમાં હતા. હમણા સુધી સંજય જૈન જયપુર ભાજપના જિલ્લા અધ્યક્ષ હતા. જાેકે, હજુ સુધી તે વાતની ખરાઇ શકી નથી કે ઓડિયો ક્લિપમાં રહેલા સંજય જૈન ભાજપના જિલ્લા અધ્યક્ષ છે કે પછી બીજા કોઇ.
સુરજેવાલએ સંજય જૈન અને ભંવર શર્માની ઓડિયો ક્લિપ સંભળાવી કે ભાજપ સંત્તા લૂંટવાની ફિરાકમાં છે. ભાજપ લોકતંત્રનું ચીર હરણ કરવા માગે છે. મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે કાવતરું ઘડ્યું. પરંતુ આ વખતે ખોટું રાજ્ય પસંદ કર્યું છે.
હાલ કોંગ્રેસ પાયલોટ સમર્થક બે ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી સસ્પેન્ડ કરી નાખ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં ભંવર શર્મા અને સંજય જૈન વચ્ચેની વાતચીત સામે આવી છે. તેમાં ભંવર શર્મા મોટી રકમની વાત કરી રહ્યાં છે. જેના જવાબમાં સંજય જૈન કહે છે કે સાહેબને જણાવી દેવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts