fbpx
રાષ્ટ્રીય

રક્ષામંત્રીના નિવેદન પર પી.ચિદમ્બરમનો પલટવાર એક ઇંચ જમીન પર કબજાે નહીંનો દાવો જૂઠો, ૧.૫ કિમી અંદર સુધી ઘુસ્યું છે ચીન’

કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમના કહેવા પ્રમાણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતની એક ઈંચ જમીન પર પણ કોઈનો કબજાે નથી તેવો દાવો કર્યો તે માત્ર એક નિવેદન જ છે. ચિદંબરમે જણાવ્યું કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ આકારણી કરી છે કે ચીનની સેના હજુ પણ વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર ભારત બાજુ ૧.૫ કિમી અંદર ઘૂસી આવી છે.
પૂર્વ ગૃહ મંત્રીએ મોદી સરકાર પર આરોપ લગાવતા  કે, ભારત સરકાર એવો દાવો કરતી રહી કે આપણી જમીન પર કોઈએ અતિક્રમણ નથી કર્યું પરંતુ આવા નિવેદનો માત્ર ગપગોળા સાબિત થયા. ચિદંબરમે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘ભારતીય સુરક્ષા એજન્સીઓએ કરેલી આકારણી પ્રમાણે ચીની સેના હજુ પણ એલએસી પાર કરીને ૧.૫ કિમી અંદર સુધી ભારતીય સીમામાં ઘૂસેલી છે. મે મહીનામાં ચીની સેના એલએસી પાર કરીને આપણી સીમામાં ૫ કિમી અંદર સુધી આવી ગઈ હતી.’
પી. ચિદંબરમે જણાવ્યું કે, સરકારે કરેલા દાવા પ્રમાણે કોઈએ ભારતીય સીમામાં અતિક્રમણ નથી કર્યું પરંતુ તે માત્ર એક પોકળ નિવેદન જ હતું. સંરક્ષણ મંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે કોઈ ભારતની એક ઈંચ જમીનને પણ અડી ન શકે પરંતુ તે પણ ગપગોળા જ હતા. કોંગ્રેસી નેતા ચિદંબરમના કહેવા પ્રમાણે જ્યાં સુધી કેન્દ્ર સરકાર સત્ય સ્વીકારી નહીં લે ત્યાં સુધી પહેલાની સ્થિતિ હાંસલ કરવી મુશ્કેલ બનશે.

Follow Me:

Related Posts