fbpx
રાષ્ટ્રીય

કોરોનાની સારવાર માટે વધુ એક રસી બજારમાં મૂકાઇ

કોરોનાની સારવાર માટે વધુ એક રસી બજારમાં મૂકાઇ
ફાર્મા કંપની મેલનએ લાૅન્ચ કરી કોવીડ-૧૯ની દવા, હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યોમેલન ફાર્મા કંપનીએ કોરોના સંક્રમિત કોવડ-૧૯ની સારવાર માટે ડેસરેમ નામથી રેમડેસિવિર દવાને જેનિરિક વર્ઝન ભારતની બજારમાં રજૂ કર્યું છે. આ દવા કોરોનાના સંદિગ્ધ દર્દીઓ અને લેબથી કંન્ફર્મ થયેલા દર્દીઓના સારવાર માટે મંજૂરી મેળવી ચૂકી છે. આ ઇન્જેક્શન ૪૮૦૦ રૂપિયાની કિંમતથી ભારતીય બજારોમાં ઉપલબ્ધ રહેશે. સાથે જ કંપનીએ એક કોવિડ ૧૯ હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યો છે. જ્યાંથી દર્દી અને હેલ્થ વર્કર્સ આ દવાની ઉપલબ્ધતા સમેત વિવિધ જાણકારી મેળવી શકશે. આ પહેલા હેટેરોની રેમડેસિવિર ૫૪૦૦ રૂપિયા અને સિપ્લાની રેમડેસિવિર ૪૦૦૦ રૂપિયાના ભાવમાં બજારમાં આવી ચૂકી છે.
કંપનીએ  કે આ દવા વિષે હેલ્થ વર્કર્સને પૂરી જાણકારી ૭૮૨૯૯૮૦૦૬૬ હેલ્પલાઇન કોલ પરથી પ્રાપ્ત કરી શકાય છે. સાથે જ તે જાણી શકાય છે કે કેટલી દવા ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે કંપનીઓને પણ  છે કે લોકોની મુશ્કેલીઓને જાેતા આ હેલ્પલાઇન નંબર પર શરૂ કરી છે. જ્યાં જરૂરીયાતમંદ દવાની સપ્લાય વિષે જાણકારી મળી શકે છે. આ દવા કોરોનાના સારવારમાં કેટલીક હદ કારગર સાબિત થઇ છે.
મેલન ફાર્માએ ભારતના અધ્યક્ષ રાકેશ બજમઇએ  કે રેમડેસિવિરના વાણિજ્ય ઉત્પાદનની અનુમતિ મળ્યા પછી અમે આ દવાનું જેનિરિક વર્ઝન તૈયાર કર્યું છે. દવાની પહેલી બેન્ચ રીલિઝ થઇ ચૂકી છે. દવાની માંગ સતત વધતી હોવાના કારણે તેની સપ્લાય પૂરા દેશમાં કરવાની શરૂઆત કંપનીએ કરી છે. કંપનીનો દાવો છે કે આ દવા બેંગલુરુની ફેસિલિટીમાં બનાઇ છે.

Follow Me:

Related Posts