fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીનું કેન્દ્ર પર નિશાન, પહેલાં મ.પ્ર અને હવે રાજસ્થાનનો વારો જવાબમાં ભાજપે રાહુલ ગાંધીની ૬ મહિનાની સિદ્ધિઓ ગણાવી

ફેબ્રુઆરીમાં-નમસ્તે ટ્રમ્પ, માર્ચ-મધ્યપ્રદેશમાં સરકાર તોડી પાડી, એપ્રિલ-મીણબતી સળાગવી, મે-સરકારની ૬ઠ્ઠી વર્ષગાઠ, જૂન-બિહારમાં વચ્ર્યુઅર રેલી, જુલાઇ-રાજસ્થાન સરકાર તોડી પાડવાનો પ્રયત્ન. આ માટે દેશ કોરોના સામેની જંગમાં ‘આત્મનિર્ભર’ છે. છેલ્લા થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ  હતું કે ભાજપ ખોટાને સંસ્થાગત તરીકે ફેલાવી રહી છે. કોરોના ટેસ્ટ પર અવરોધ મૂક્્યો અને મૃતકોની સંખ્યા ખોટી બતાવી. જીડીપી માટે એક નવી ગણતરીની પદ્ધતિ લાગુ કરી. ચીની સેનાના ઘૂસણખોરી પર પડદો પાડવા મીડિયાને ધમકાવ્યું. આ ભ્રમ જલ્દી તુટી જશે અને દેશને તેની મોટી કિંમત ચુકાવવી પડશે. કોરોનાના કેસોમાં એક મિલિયન એટલે કે ૧૦ લાખનો આંકડો પાર થવા પર રાહુલ ગાંધીએ કહ્ય્šં હતું કે ૧૦,૦૦,૦૦૦નો આંકડો પાર થઇ ગયો. એટલી ઝડપથી કોરોના ફેલાયો તો ૧૦ ઓગસ્ટ સુધી દેશમાં ૨૦,૦૦,૦૦૦થી વધારે સંક્રમિત જાેવા મળશે. સરકારે મહામારીને અટકાવવા માટે કડક પગલા લેવા જાેઇએ.
હવે ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીમાં દરેક મહિને અલગ-અલગ સિદ્ધિઓ ગણાવી, જેમાં શાહીન બાગથી લઈને રાજસ્થાનની લડાઈ સુધી સામેલ છે.
– ફેબ્રુઆરીઃ શાહીન બાદ અને તોફાનો
– માર્ચઃ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્ય પ્રદેશને ગુમાવવુ
– એપ્રિલઃ પ્રવાસી મજૂરોને ઉશ્કેરવા
– મેઃ કોંગ્રેસની ઐતિહાસિલ હારની છઠ્ઠી વર્ષગાંઠ
– જૂનઃ ચીનનો બચાવ કરવો
– જુલાઈઃ રાજસ્થાનમાં કોંગ્રેસ પતનના દ્વારે
એટલું જ નહીં પ્રકાશ જાવડેકરે આગળ લખ્યુ કે, રાહુલ બાબા તમે ભારતની સિદ્ધિઓ પણ લખી લો. જેમાં કોરોના વિરુદ્ધ જંગ જારી છે, સરેરાશ કેસના મુકાબલે દેશની સ્થિતિ સારી છે. એક્ટિવ કેસ અને મોતના આંકડામાં અમેરિકાના મુકાબલે ભારતની સ્થિતિ સારી છે. તમે મીણબત્તી પ્રગટાવવાની મજાક ઉડાવીને દેશની જનતા અને કોરોના વોરિયરની મજાક ઉડાવી છે.

Follow Me:

Related Posts