fbpx
રાષ્ટ્રીય

કોરોનાના ટેસ્ટ કરવામાં અમેરિકા પ્રથમ, ભારત બીજા સ્થાન પર ટ્રમ્પ

અમેરિકામાં કોરોના વાયરસની વિરુદ્ધ યુદ્ધ ચાલી  છે, પરંતુ હજુ પણ અહીં ઝડપથી કેસ વધી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી  છે કે અમેરિકા સતત કોરોના વાયરસ સામે સારી લડાઈ લડી  છે. ડોનાલ્ડ ટ્રમ્પે  કે અમે જલદી ૫ કરોડ ટેસ્ટ પૂર્ણ કરી લેશું. અમારા પછી ફક્ત ભારત જ છે જે સૌથી વધારે ટેસ્ટ કરી  છે.
બુધવારનાં વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા અમેરિકન રાષ્ટ્રપતિએ  કે અમેરિકામાં સૌથી વધારે કેસ એ કારણે છે કે અમે સૌથી વધારે ટેસ્ટ કરી રહ્યા છીએ. જલદી અમે ૫૦ મિલિયન ટેસ્ટનો આંકડો પૂર્ણ કરી લઇશું. અમારા પછી ફક્ત ભારત જ છે જે સૌથી વધારે ટેસ્ટ કરી  છે. ભારતે લગભગ ૧૨ મિલિયન ટેસ્ટ કર્યા છે, ત્યારબાદ ઘણા દેશો હજુ પણ ૬-૭ મિલિયન પર જ પહોંચી શક્્યા છે.
ઉલ્લેખનીય છે કે ટેસ્ટિંગનાં મામલે અત્યારે અમેરિકા દુનિયામાં નંબર-૧ છે, કેમકે ત્યાં રોજનાં ૭ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બુધવાર સવાર સુધી અમેરિકામાં ૪૯ મિલિયનથી વધારે ટેસ્ટ થઈ ચુક્્યા છે. તો ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યારે રોજનાં સાડા ત્રણ લાખથી વધારે ટેસ્ટ થઈ રહ્યા છે અને કુલ ટેસ્ટનો આંકડો દોઢ કરોડની નજીક પહોંચી ગયો છે. ભારત પ્રતિ મિલિયન ટેસ્ટનાં મામલે ભલે પાછળ હોય છે, પરંતુ કુલ ટેસ્ટનાં મામલે આગળ ચાલી  છે.
જાે કે ચીનનો દાવો છે કે તેણે અત્યાર સુધી ૯ કરોડ ટેસ્ટ કર્યા છે, રશિયા ૪ કરોડ ટેસ્ટની વાત કરી  છે, પરંતુ અમેરિકા બંને દેશોનાં આંકડાઓ પર વિશ્વાસ નથી કરી . ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી માન્યું કે અત્યારે કોરોના વાયરસ ખત્મ નથી થયો અને દુઃખની વાત છે કે હજુ આ વધારે ડરામણો થઈ શકે છે. માસ્કને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે  કે, હું હંમેશા પોતાના માસ્ક પાસે રાખું છું, જ્યારે પણ કોઈની પાસે જઉં છું તો માસ્ક લગાવી લઉં છું.

Follow Me:

Related Posts