fbpx
રાષ્ટ્રીય

શેરબજારની તેજીને બ્રેકઃ સેન્સેક્સ ૫૮ અંક ગગડી ૩૭૮૭૧ની સપાટીઅ

દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજાર ગગડીને લાલ નિશાનમાં બંધ આવ્યું છે. આ રીતે સળંગ બે દિવસની તેજીને બ્રેક લાગ્યો છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૮ અંક અથવા ૦.૧૬ ટકા ગગડીને ૩૭,૮૭૧ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૧૬ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકાના નજીવા ઘટાડા સાથે ૧૧,૧૪૫ નજીક સેટલ થયા છે.
આ સિવાય બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ અંતિમ સેશનમાં ૧૦૦ અંક વધીને ૨૨,૮૮૨ નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મીડેકપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૯ ટકા વધી અને ૦.૨૩ ટકા ગગડીને સેટલ થયા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સિવાય લગભગ તમામ સેક્ટર્સમાં વેચવાલી જાેવા મળી.
બેંક નિફટી ઈન્ડેકસ આજનો ગેન ચેન્જર હતો. બેંચમાર્કના ઘટાડા છતા આજે બેંક નિફટી ઈન્ડેકસ ૧૦૦ અંક, ૦.૪૪%ના વધારે બંધ આવ્યો છે. ૨.૪૫ની આસપાસના ઈન્ટ્રાડે લોથી મ્દ્ગહ્લ ૧%ની શાર્પ રિકવરી સાથે બંધ આવ્યો છે. આજે પણ બ્રોડર માર્કેટમાં નેગેટીવ ટ્રેન્ડ જાેવા મળ્યો હતો. મ્જીઈ ખાતે ૧૧૬૪ શેર વધીને તો ૧૪૮૧ શેર ઘટીને બંધ આવ્યા છે. બીએસઈ ખાતે ૨૯૫ શેરમાં અપર તો ૨૬૭ શેરમાં લોઅર સર્કિટ લાગી છે.
બુધવારે ડોલર સામે રૂપિયો અંતિમ સેશનમાં ફ્લેટ રહ્યો. ફોરેક્સ માર્કેટમાં શરૂઆતી સેશનમાં ડોલર સામે રૂપિયો ૧૭ પૈસા મજબૂત રહી ૭૪.૫૭ પર ખુલ્યો હતો. પરંતુ ત્યાર બાદ અંતિમ સેશનમાં રૂપિયો ૭૪.૭૬ પર બંધ આવ્યો છે. આ પહેલા મંગળવારે ૭૪.૭૪ પર બંધ થયો હતો. આ સિવાય જૂન ક્વાર્ટરમાં એક્સિસ બેંકની એસેટ ક્વાલિટીમાં સુધારો થતા શેરભાવમાં આજે લગભગ ૮ ટકા સુધીનો ઉછાળો જાેવા મળ્યો. બીએસઈ પર બેંકનો શેર ૮.૨૧ ટકા વધી ૪૮૨.૮૫ રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે અંતિમ સેશનમાં શેરભાવ ૨૯ રૂપિયાના વધારા સાથે ૪૭૬ નજીક બંધ આવ્યો છે.

Follow Me:

Related Posts