fbpx
રાષ્ટ્રીય

હાઇકોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે રાજસ્થાન રાજનીતિ સંકટઃ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો સુપ્રિમનો ઇન્કાર

અસંતોષને દબાવવાથી લોકતંત્ર ખત્મ થઇ જશે, ચૂંટાઇને આવેલા ધારાસભ્યોને અસહમતિનો અધિકારઃ સુપ્રિમ કોર્ટની ટકોરરાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સ્પીકર સીપી જાેશીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમે રાજસ્થાન હાઈકોર્ટના આવનારા ચુકાદા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે હવે શુક્રવારે રાજસ્થાન હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકશે. હાઈકોર્ટે ૨૪ જુલાઈ સુધી વિધાયકો સામેની કાર્યવાહી પર રોક લગાવી છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે  કે પહેલા હાઇકોર્ટનો ચુકાદો આવી જાય, ત્યારબાદ સોમવારે આ મામલે સુનાવણી થશે.
રાજસ્થાન વિધાનસભા સ્પીકર તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે હાઇકોર્ટનો આદેશ રદ કરવામાં આવે. કોઈ નિર્ણય પહેલા સ્પીકરના મામલે હસ્તક્ષેપ કરી શકાય નહીં. સુનાવણી દરમિયાન જાે કે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા  કે અસંતોષને દબાવવાથી લોકતંત્ર ખતમ થઈ જશે. ચૂંટાઈને આવેલા ધારાસભ્યોને અસહમતિનો અધિકાર છે.
આ અગાઉ વકીલ કપિલ સિબ્બલે રાજસ્તાન વિધાનસભાના સ્પીકરનો પક્ષ રજુ કરતા  કે સ્પીકરના આદેશ અગાઉ કોર્ટનો હસ્તક્ષેપ ખોટી વાત છે. કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં ૧૯૯૨ના કિહોટો હોલોહોન કેસમાં બંધારણીય પેનલે આપેલા ચુકાદાનો હવાલો આપ્યો. તેમણે  કે આ ચુકાદા મુજબ અયોગ્યતાના મુદ્દે સ્પીકરનો ચુકાદો આવતા પહેલા કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં. અયોગ્ય ઠેરવવાની પ્રક્રિયા પૂરી થયા પહેલા કોર્ટમાં દાખલ થયેલી કોઈ પણ અરજી સુનાવણી યોગ્ય નથી.
સિબ્બલે સુપ્રીમ કોર્ટના એક અન્ય કેસમાં હાલમાં જ અપાયેલા આદેશનો હવાલો આપ્યો જેમાં સુપ્રીમે સ્પીકરને એક યોગ્ય સમયે નિર્ણય લેવાનો આગ્રહ કર્યો હતો, ન કે સ્પીકરને કોઈ આદેશ કે સ્પીકરને નક્કી તારીખ પર અયોગ્ય જાહેર કરવાની પ્રક્રિયા પૂરી કરતા કે રોકવા માટે કહેવાયું હતું.
સુપ્રીમ કોર્ટે સિબ્બલને પૂછ્યું કે આ મામલે વિધાયકોની કયા આધારે અયોગ્યતા ગણવામાં આવી રહી છે. સિબ્બલે જવાબ આપ્યો કે આ વિધાયકો પાર્ટીની બેઠકમાં સામેલ થયા નથી. તેઓ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા છે. તેમણે ઈન્ટરવ્યું આપીને  કે તેઓ એક ફ્લોર ટેસ્ટ ઈચ્છે છે. તેઓ હરિયાણાની એક હોટલમાં છે. તેઓ પોતાની એક અલગ પાર્ટી બનાવવાના ષડયંત્રમાં સામેલ છે. તેઓ રાજ્યની હાલની સરકારને પાડવા માંગે છે.

Follow Me:

Related Posts