fbpx
રાષ્ટ્રીય

બાબરી મસ્જિદ વિઘ્વંસ કેસ મુરલી મનોહર જાેશીએ સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટમાં નિવેધન નોંધાવ્યુ

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં મુરલી મનોહર જાેશી ગુરૂવારના રોજ હાજર થયા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી સુનવણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જાેશીનું નિવેદન નોંધાયું. સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટના જજ એસકે યાદવે મુરલી મનોહર જાેશી અને લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.
યાદવે અલગ-અલગ દિવસોમાં બંને નેતાઓના નિવેદન નોંધવાની તારીખ નક્કી કરી હતી. તેના અંતર્ગત ૨૩ જુલાઇ એટલે કે ગુરૂવારના રોજ મુરલી મનોહર જાેશીએ નિવેદન નોંધવાની તારીખ નક્કી કરી હતી. તો ૨૪મી જુલાઇ એટલે કે શુક્રવારના રોજ પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન નોંધાવાની સંભાવના છે. કેસમાં આની પહેલાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીનું નિવેદન નોંધાઇ ચૂકયું છે.

Follow Me:

Related Posts