fbpx
રાષ્ટ્રીય

ઝારખંડમાં માસ્ક ન પહેર્યું તો ૧ લાખનો દંડ, ૨ વર્ષની જેલની સજા

ઝારખંડમાં કોરોના નિયમોની અવગણના અને માસ્ક ન પહેરવા પર ૧ લાખ રૂપિયાનો દંડ અને ૨ વર્ષની જેલ થઈ શકે છે. ઝારખંડના મંત્રીમંડળે ગુરુવારે ચેપી રોગો અધ્યાદેશ ૨૦૨૦ પસાર કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, સિક્્યુરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનારા અને માસ્ક નહીં પહેરનારાઓને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આ સાથે, જે કોઈ નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા નવા નિયમ હેઠળ માસ્ક પહેરતા નથી, તો તેને ૨ વર્ષ જેલમાં પણ રહેવું પડી શકે છે. જાેકે, આજે ઉલ્લંઘન કરનારાઓને રોકવા માટે રસ્તાઓ પર કોઈ ચેકીંગ જાેવા મળ્યું નથી. રાજધાની રાંચીના રસ્તા પર ઘણા લોકોને માસ્ક વિના જાેવા મળ્યા હતા.
વાસ્તવમાં, ઝારખંડમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આને કારણે હવે સરકારી હોસ્પિટલોમાં કોઈ જગ્યા નથી. સરકારે નિર્ણય લીધો છે કે હવે ખાનગી હોસ્પિટલ અને બેંક્વેટ હોલનો ઉપયોગ આઇસોલેશન વોર્ડ બનાવવા માટે કરવામાં આવશે, જાેકે સરકારના નિર્ણયનો રાંચીના સ્ટેશન રોડ પર રહેતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ઝારખંડમાં દર્દીઓની કુલ સંખ્યા ૬૪૮૫ છે, જેમાં ૬૪ લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં ૩૦૨૪ દર્દીઓ સાજા થયા છે, જ્યારે ૩૩૯૭ સક્રિય કેસ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે.

Follow Me:

Related Posts