fbpx
રાષ્ટ્રીય

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વધુ એક સિદ્ધી, માર્કેટ કેપ ૧૪ લાખ કરોડને પાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન ૧૪ લાખ કરોડની સપાટીને સ્પશ્ર્યું હતું. બીએસઈમાં ટ્રેડિંગ દરમિયાન આરઆઈએલનો શેર ચાર ટકા વધીને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયો હતો.
બીએસઈમાં ઈન્ટ્રા-ડેમાં આરઆઈએલનો શેર એક તબક્કે ઉપરમાં ૨,૧૬૨.૮૦ને સ્પશ્ર્યો હતો. કામકાજના અંતે ૪.૧૫ ટકાના ઉછાળા સાથે શેર ૨,૧૪૬.૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીના પાટ્‌ર્લી પેઈડ અપ શેર જે અલગથી લિસ્ટેડ છે તેનું માર્કેટ કેપ રૂ. ૫૩,૮૨૧ કરોડ છે જેને પગલે રિલાયન્સનું કુલ માર્કેટ કેપ આજરોજ ૧૪,૦૭,૮૫૪.૪૧ કરોડ થયું હતું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીના શેરનું કુલ માર્કેટ કેપ રૂ. ૧૩,૬૦,૫૬૨ કરોડ છે.
એનએસઈ પર આરઆઈએલનો શેર ૪.૪૦ ટકા વધીને ૨,૧૪૮.૪૦ પર બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચરમાં એમેઝોન હિસ્સો ખરીદવાની વિચારણા કરી રહી છે તેવા અહેવાલોને પગલે ગુરુવારે પણ રિલાયન્સનો શેર ત્રણ ટકા વધ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપની બાબતે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે જ્યારે ટીસીએસ રૂ.૮,૦૭,૪૧૯.૩૮ કરોડ સાથે બીજી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની છે.

Follow Me:

Related Posts