fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનની સાથે ત્યાં સુધી સીરીઝ નહીં રમવામાં આવે જ્યાં સુધી તે સુધરે નહીંઃ સુરિંદર ખન્ના

પૂર્વ ભારતીય વિકેટકીપર અને આઈપીએલના કાઉન્સિલના સદસ્ય સુરિંદર ખન્નાએ દ્વિપક્ષીય સીરીઝને લઈને પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેણે  કે પાકિસ્તાનની સાથે ત્યાં સુધી સીરીઝ નહીં રમવામાં આવે જ્યાં સુધી તે સુધરે નહીં. તેની સાથે તેણે એમ પણ  હતું કે કુતરાની પૂંછડી ક્્યારે સીધી ન થાય. ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધ બરાબર નથી. ભારત અને પાકિસ્તાન ૨૦૧૨થી કોઈપણ દ્વિપક્ષીય સીરીઝ રમ્યા નથી. ૨૦૧૨માં પાકિસ્તાનની ટીમ ત્રણ વન-ડેની સીરીઝ માટે ભારત આવી હતી.
ભારતીય ટીમ છેલ્લે ૨૦૦૬માં રાહુલ દ્રવિડની કપ્તાનીમાં પાકિસ્તાન ગઈ હતી. સુરિંદર ખન્નાએ એક ઈન્ટરવ્યુંમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટને રાજદ્વારી સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતું કૂતરાની પૂંછડીને ૨૦ વર્ષ નળીમાં રાખો પરંતું તે સીધી નથી થતી તેમ પાકિસ્તાનનું વલણ પણ કુતરાની સમાન જ છે. આ એક રાજકીય મુદ્દો છે. સારૂ થશે કે સરકાર જ તેમનો વ્યવહાર કરે તે તેમના માટે સારૂ રહેશે. એક ભારતીય તરીકે મારુ તો એટલું જ કહેવું છે ત્યાં સુધી તેઓ સાથે કોઈ સંબંધ ન રાખવા જાેઈએ જ્યાં સુધી તેઓ બદલાતા નથી.
તેમણે  કે તેમના પિતા ભારત પરત ફરતા પહેલા લાહોરમાં રહેતા હતા. નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી ૨૦૦૭થી રમવામાં આવી નથી. જાે કે, ૨૦૧૨ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી નિશ્ચિતરૂપે રમાઈ હતી. પરંતુ બંને દેશોની ટીમો ફક્ત આઇસીસી ઇવેન્ટ્‌સ અને એશિયા કપમાં એક બીજાનો સામનો કર્યો છે.

Follow Me:

Related Posts