fbpx
રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૭૫૭ના મોત કોરોના ભયાવહઃ દેશમાં ૪૮ કલાકમાં અધધ…૧ લાખ કેસ…!

દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૧૩.૩૬ લાખને પાર, મૃત્યુઆંક ૩૧,૩૫૮એ પહોંચ્યો, ૨૪ કલાકમાં ૩૨,૨૨૩ દર્દીઓ સાજા થયા,સૌથી વધુ ૧૩ હજાર ૧૩૨ મોત એકલા મહારાષ્ટ્રમાં
સૌથી વધારે કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડૂ અને આંધ્ર સૌથી આગળ, દિલ્હીમાં ટૂંક સમયમાં સિનેમાઘરોને ખોલી દેવાશે
છેલ્લા ૨૪ કલાકમાં ૪ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ આઇસીએમઆર
અન્ય દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોનાએ સ્થાયી મુકામ કર્યો હોય તેમ અનલોક-૨ના ૨૪મા દિવસે પણ ૪૯ હજાર જેટલા નવા કેસો ઉમેરાયા હતા, તો વધુ ૭૫૭ લોકોના મોત થયા હતા. આ સાથે જ કુલ કેસો હવે વધીને ૧૩ લાખને પાર એટલે કે ૧૩ લાખ ૩૬ હજાર ૮૬૧ થયો છે અને કુલ મૃત્યુઆંક વધીને ૩૧૩૫૮ થયો છે. આ ૪૮ કલાકમાં જ કોરોના સંક્રમણના નવા કુલ ૯૮,૨૨૬ કેસ પ્રકાશમાં આવ્યા છે, જે ૧ લાખની આસપાસ છે. આજે શનિવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના શુક્રવારના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા. જે દર્શાવે છે કે કોરોના ભારતમાંથી જલ્દી વિદાય લે એમ જણાતું નથી. કેસો ઘટવાને બદલે હવે દિવસે દિવસે વધી રહ્યાં છે અને છેલ્લાં બે-અઢી દિવસમાં જ એક લાખ કેસો સામે આવ્યાં છે. જાે આ જ પ્રમાણમાં કેસો વધવાનું વલણ રહ્ય્šં તો સોમવારે કેસો ૧૪ લાખને પાર કરી જાય તેમ છે. કુલ સક્રિય કેસોની સંખ્યા હવે ૪,૫૫,૦૮૯ થઇ છે અને સાજા થયેલા લોકોની સંખ્યા પણ ૮,૫૦,૧૦૭ થઇ છે. આમ સાજા થયેલાની સંખ્યા સારવાર હેઠળના કેસો કરતાં બમણી થઇ છે. જે એક સારી બાબત કહી શકાય. શુક્રવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૯૬૧૫ , આંધ્રપ્રદેશમાં ૮૧૪૭ અને તમિલનાડુમાં ૬૭૮૫ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે મૃત્યુઆંક પણ વધીને ૩૦ હજારથી ઉપર જતાં . કોરોનાથી થતા મૃત્યુદરમાં ભારત ફ્રાન્સને પાછળ છોડીને યાદીમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓનો રિકવરી રેટ ૬૩.૪૫ ટકા છે જ્યારે મૃત્યુદર ૨.૩ ટકા છે. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝીટીવ આવતાં ભાજપમાં હલચલ મચી હતી.
આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૩ લાખને પાર થઇ ગયો હતો.. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૪૮૯૧૬ કેસ નોંધાતા કુલ કેસ ૧૩૩૬૮૬૧ થઈ ગયા છે.
જાેકે, એક રાહતરૂપ બાબત સમાન ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૨૨૩ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૮૪૯૪૩૨ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૭૫૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોનાના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૩૧૩૫૮ સુધી પહોંચી ગઈ છે.
દિલ્હીમાં ટૂંક સમયમાં સિનેમાઘરોને ખોલી દેવાશે. જેના માટે રાજધાનીના સિનેમાઘરોમાં તૈયારી શરૂ કરી દેવાઈ છે. ઁફઇ સિનેમાના ઝ્રઈર્ં દત્તાએ કહ્ય્šં કે, અમે સેનેટાઈઝેશન અને માસ્ક લગાડવા જેવા નિયમોનું પાલન કરીશું.
મહારાષ્ટ્રના નાગપુરમાં શનિવાર અને રવિવારે જનતા કફ્ર્યૂ લગાડવામાં આવ્યું છે. આજે સવારે બજાર બંધ રહ્યા અને રસ્તા ખાલી જાેવા મળ્યા. નાગપુરમાં અત્યાર સુધી ૩ હજારથી વધુ કેસ સામે આવી ચુક્્યા છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૩૫૭૧૧૭ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૩૧૩૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૯૯૭૪૯ કેસ નોંધાઈ ચૂક્્યા છે જેમાંથી ૩૩૨૦ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૨૮૩૮૯ કેસ નોંધાયા છે જ્યારે ૩૭૭૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.
કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૮૫૮૭૦ કેસ નોંધાયા છે જ્યારે ૧૭૨૪ લોકોના મોત થયા છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ ૮૦૮૫૮ કેસ સાથે પાંચમાં અને ઉત્તર પ્રદેશ ૬૦૭૭૧ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે.
અનલોક ભારતમાં કોરોના સંક્રમણના કેસોના વધતા પ્રમાણ પર નજર નાંખીએ તો ગયા ૨૧ દિવસમાં બે ગણા કેસ થયા છે. ૨ જૂલાઇના રોજ ભારતમાં કુલ કેસ ૬ લાખ હતા એની સામે ૨૪ જૂલાઇએ કુલ કેસ ૧૩ લાખથી વધી ગયા છે. ગયા શુક્રવારે દેશમાં કોરોના સંક્રમ

Follow Me:

Related Posts