fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ વોન્ટેડ હતો ઉ.પ્રદેશમાં એક લાખના ઇનામી ગુંડાનું પોલીસે એન્કાઉન્ટર કર્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ નજીકના બારાબંકી જિલ્લામાં ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક બદમાશને ઠાર કર્યો હતો. ટીન્કુ કપાલા નામના આ બદમાશના માથા પર એક લાખ રૂપિયાનું ઇનામ હતું. બારાબંકીના સતરીખ વિસ્તારમાં પોલીસે એને ઠાર કર્યો હતો.
એકલા ઉત્તર પ્રદેશમાં ટીન્કુ બાવીસ અપરાધો માટે વોન્ટેડ હતો. ઉત્તર પ્રદેશ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ એણે અપરાધો કર્યા હતા એમ કહેવાય છે. છેલ્લાં થોડાંવરસોથી એ ઉત્તર પ્રદેશ પોલીસ માટે માથાના દુઃખાવા જેવો થઇ પડ્યો હતો. ધોળે દિવસે એ ઝવેરીઓને ત્યાં ત્રાટકીને હથિયારોના જાેરે ઝવેરાત લૂંટી જતો હતો. લૂંટફાટ ઉપરાંત ઘરફોડી, મારપીટ, હુલ્લડબાજી અને હત્યાના કેસ માટે એ વોન્ટેડ હતો.
પોલીસે જણાવ્યું કે ટીન્કુ લખનઉના ચોક થાના વિસ્તારનો રહેવાસી હતો. લખનઉમાં એની ફેં ફાટતી હતી. અનેક અપરાધો એના નામે બોલતા હતા. એ પોલીસથી ડરતો નહોતો એવી એની છાપ હતી. ટીન્કુ સાથેની પોલીસની અથડામણ કેવી રીતે થઇ એની વિગતો હજુ સાંપડી નથી.
આ કેસમાં પણ માનવ અધિકારવાદીઓ હો હા કરે એવી શક્્યતા નકારી કઢાતી નથી. જાે કે પોલીસ પાસે આ વોન્ટેડ ગુનેગાર વિરુદ્ધ અનેક પુરાવા છે અને પોલીસ વિકાસ દૂબેવાળી ઘટના પછી વધુ સાવધ થઇ ગઇ હોવાનું કહેવાતું હતું. આભાર – નિહારીકા રવિયા

Follow Me:

Related Posts