fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી મુખ્યમંત્રી યોગી અયોધ્યામાંઃ રામલલ્લાના દર્શન કરી આરતી ઉતારી

આગામી ૫ ઓગષ્ટના રોજ શ્રી રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં ભૂમિ પૂજન માટે અયોધ્યા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીની કમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે જ સંભાળી લીધી છે.
સીએમ યોગી આદિત્યનાથ શનિવારે એટલે કે આજે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા અને તેમણે રામલલ્લાના દર્શન કરીને તેમની આરતી ઉતારી હતી. તે સમયે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રી રામજન્મભૂમિ પરિસરમાં વડાપ્રધાન મોદીના આગમન માટે જે રૂપરેખા ઘડવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ઈચ્છે છે કે કાર્યક્રમમાં કશું એવું બને કે લોકોને તેનો અલગ સંદેશો મળે.
આ માટે મુખ્યમંત્રી પોતે જ અધિકારીઓ અને સાધુઓનો ફિડબેક મેળવી રહ્યા છે. તેઓ પોતે જ એક-એક જગ્યાએ જઈને અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે અને ભાવિ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ સૌથી પહેલા હનુમાનગઢી ખાતે પૂજા-અર્ચના કરી હતી અને બાદમાં તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી તે આવશે કે કેમ તે નક્કી નથી. તે સિવાય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વધારે લોકો એકત્રિત ન થાય તેનું ધ્યાન પણ રખાઈ છે.
મુખ્યમંત્રી અયોધ્યા પહોંચ્યા તેના પહેલા સમગ્ર મંદિર પરિસરને સારી રીતે સેનિટાઈઝ કરી દેવામાં આવ્યું હતું અને મુખ્ય પુજારીએ તેમને ફૂલ માળા પહેરાવીને સન્માનિત કર્યા હતા. ત્યાર બાદ આરતી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts