fbpx
રાષ્ટ્રીય

મુશ્કેલીના સમયમાં પણ મોદી સરકાર ગરીબોમાંથી કમાણી કરવાનું નથી ચૂકીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટ્‌વીટ કરીને છે કે કરીને કે કેન્દ્રીની મોદી સરકાર આવા મુશ્કેલીના સમયમાં પણ ગરીબો પાસેથી લાભ ઉઠાવવામાં કોઈ કસર નથી છોડી રહી છે. દેશમાં બીમારીના વાદળ છવાયેલા છે તેમ છતા ભારતીય રેલવે પોતાનો નફો કમાવવામાં વ્યસ્ત છે.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક અખબારના સમાચારને ટ્‌વીટ કરતા આ અંગેની ટિપ્પણી કરી છે. ટ્‌વીટમાં શેર કરેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે કોરોના કાળમાં ભારતીય રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રોનમાંથી ૪૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ ટ્‌વીટમાં રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યું છે કે, સમગ્ર દેશમાં બીમારીના વાદળ છવાયેલા છે, લોકો મુશ્કેલીમાં છે, પરંતુ તેમાંથી પણ લાભ લઈ શકાય છે – ગરીબ વિરોધી સરકાર આ મુશ્કેલીને પણ નફામાં ફેરવીને તેમાંથી આવક ઉભી કરી રહી છે.

Follow Me:

Related Posts