fbpx
રાષ્ટ્રીય

દેશમાં ૨૪ કલાકમાં ૪૭,૭૦૩ પોઝિટિવ કેસ,૬૫૪ના મોત કોરોના બેકાબૂઃ સતત છઠ્ઠા દિવસે ૪૫ હજારથી વધુ પોઝિટિવ કેસકુલ સંક્રમિતોનો આંકડો ૧૫ લાખની નજીક,

દેશમાં ૨૪ કલાકમાં ૪૭,૭૦૩ પોઝિટિવ કેસ,૬૫૪ના મોત
કોરોના બેકાબૂઃ સતત છઠ્ઠા દિવસે ૪૫ હજારથી વધુ પોઝિટિવ કેસકુલ સંક્રમિતોનો આંકડો ૧૫ લાખની નજીક, મૃત્યુઆંક ૩૩ હજારને પાર,એક્ટિવ કેસ ૫ લાખને પાર, દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં, છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૧૭૫ દર્દીઓ સ્વસ્થ થયાઅત્યાર સુધીમાં કુલ ૧,૭૩,૩૪,૮૮૫ ટેસ્ટ થયાઃ આઇસીએમઆરદુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં છઠ્ઠા દિવસે ૪૫૦૦૦થી વધુ નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહ્યો છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૫ લાખની નજીક પહોંચી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૪૭૭૦૩ કેસ નોંધાતા કુલ કેસ ૧૪,૮૩,૧૫૬ થઈ ગયા છે.
જાેકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૧૭૫ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૯૫૨૭૪૩ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૩૩૪૨૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૯૬૯૮૮ એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૩,૮૩,૭૨૩ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૩૮૮૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૨૦૭૧૬ કેસ નોંધાઈ ચૂક્્યા છે જેમાંથી ૩૫૭૧ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૩૧૨૧૯ કેસ નોંધાયા છે જ્યારે ૩૮૫૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં ૧૦૨૩૪૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯૦ લોકો મોતને ભેટ્યા છે.
કર્ણાટક બાદ પાંચમાં સ્થાન પર કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૧૦૧૪૬૫ કેસ નોંધાયા છે જ્યારે ૧૯૫૩ લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ ૭૦૪૯૩ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૬૦૮૩૦ કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. ૫૭૧૪૨ કેસ સાથે આઠમાં ક્રમ પર તેલંગાણા અને નવમાં ક્રમ પર ગુજરાત છે જ્યાં ૫૬૮૭૬ લોકો સંક્રમણમાં આવ્યા છે તેમાંથી ૨૩૪૮ લોકો મોતને ભેટી ચૂક્્યા છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજાે સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે. એક દિવસમાં સૌથી વધારે મામલા અમેરિકા બાદ ભારતમાં નોંધાઈ રહ્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૧,૭૩,૩૪,૮૮૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈ કાલના દિવસમાં ૫,૨૮,૦૮૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી ૪૭ હજાર જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ નીકળ્યાં.

Follow Me:

Related Posts