fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી ચાંદીની ૨૨.૬ કિલોની ઇંટ મૂકી રામ મંદિરનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન મોદી ચાંદીની ૨૨.૬ કિલોની ઇંટ મૂકી રામ મંદિરનો શિલાન્યાસ કરશેરામ મંદિરના ભૂમિપૂજનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તૈયારીઓ ઝડપી થઈ રહી છે. દેશભરમાં મંદિર નિર્માણમાં સહયોગ આપવાના કાર્યોમાં પણ વધારો થયો છે. ભૂમિ પૂજન માટે પવિત્ર નદીઓનું જળ તથા તીર્થ સ્થળોની પવિત્ર માટી લાવવાનું કાર્ય ચાલું છે. ૫ ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભૂમિ પૂજન કરીને મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે.
૫ ઓગસ્ટે ભૂમિ પૂજન બાદ પીએમ મોદી ચાંદીની ઈંટથી મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ ચાંદીની ઈંટ અયોધ્યા પહોંચી ગઈ છે. આ શુદ્ધ ચાંદીની ૨૨.૬ કિલોગ્રામ વજનની ઈંટ છે. ચાંદીના આજના ભાવના હિસાબથી જાેઈએ તો આ ઈંટની કિંમત લગભગ ૧૫ લાખ ૫૯ હજાર રૂપિયા જેટલી થાય છે.
ભગવાન રામ, તેમના ભાઈ લક્ષ્મણ, ભરત અને  ૫ ઓગસ્ટે રામ મંદિરના ‘ભૂમિપૂજન’ અવસર પર રત્નજડીત પોશાક પહેરશે. રામદલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કિ રામ ભગવાનની મૂર્તિઓ પર આ પોશાક પહેરાવશે. આ પોશાકો પર નવ પ્રકારના રત્ને લગાવાયા છે. ભગવાન માટે વસ્ત્ર સીવવાનું કામ કરનારા ભગવત પ્રસાદે  કે ભગવાન રામ લીલા રંગના પોશાક પહેરશે. ભૂમિપૂજન બુધવારે થશે અને આ દિવસનો રંગ લીલો હોય છે.

Follow Me:

Related Posts