fbpx
રાષ્ટ્રીય

ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સ્પષ્ટતા કરી રામ નિર્માણ સ્થળ પર જમીનની નીચે ટાઇમ કેપ્સૂલ રાખવાનો રિપોર્ટ ખોટો

ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સ્પષ્ટતા કરી
રામ નિર્માણ સ્થળ પર જમીનની નીચે ટાઇમ કેપ્સૂલ રાખવાનો રિપોર્ટ ખોટો રામ મંદિરના ભૂમિપૂજનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે હલચલ વધતી જઇ રહી છે. દેશભરમાં મંદિર નિર્માણમાં સહયોગ આપવાની ગતિવિધિઓ પણ તેજ થઇ ગઇ છે. ભૂમિ પૂજન માટે પવિત્ર નદીઓનું જળ અને તીર્થસ્થળોની પવિત્ર માટી લાવવાનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. પાંચમી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભૂમિ પૂજન કરીને મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. રામ મંદિર નિર્માણ સ્થળના ૨૦૦૦ ફૂટ નીચે એક ટાઇમ કેપ્સૂલ મૂકાવાની ચર્ચા હતી તેની વચ્ચે ટ્રસ્ટે આ વાતને નકારી દીધી છે.
રામ મંદિર નિર્માણના પાયામાં ટાઇમ કેપ્સૂલ રાખવાની વાતને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નકારી દીધો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સ્પષ્ટતા કરી કે રામ મંદિર નિર્માણ સ્થળ પર જમીનની નીચે ટાઇમ કેપ્સૂલ રાખવાનો રિપોર્ટ ખોટો છે. આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ના કરો.
રામ મંદિરના નિર્માણ સ્થળના ૨૦૦૦ ફૂટ નીચે એક ટાઇમ કેપ્સૂલ મૂકવાની ચર્ચા હતી જેથી કરીને ભવિષ્યમાં કોઇ પણ રામ મંદિરના ઇતિહાસનો અભ્યાસ કરવા માંગે તો તેને રામ જન્મભૂમિ સાથે જાેડાયેલા તથ્ય મળી જશે અને તેનાથી કોઇ નવો વિવાદ ઉભો થશે નહીં. આ કેપ્સૂલને એક તામ્ર પત્રની અંદર મૂકવાની વાત હતી.

Follow Me:

Related Posts