fbpx
રાષ્ટ્રીય

ફ્રાંસથી સાત હજારથી વધુ કિમીનું અંતર કાપી પાંચ રાફેલે અંબાલામાં સફળ લેન્ડિંગ કર્યું ભારતમાં વાૅટર સેલ્યુટ સાથે પાંચ ‘રાફેલ’નું આગમન

ફ્રાંસથી સાત હજારથી વધુ કિમીનું અંતર કાપી પાંચ રાફેલે અંબાલામાં સફળ લેન્ડિંગ કર્યું
ભારતમાં વાૅટર સેલ્યુટ સાથે પાંચ ‘રાફેલ’નું આગમનભારતીય આર્મીમાં નવા યુગની શરૂઆત,દુશ્મન ભારત પર હુમલો કર્યા પહેલા હવે અનેક વખત વિચારશેઃ રાજનાથ સિંહ
આઇએનએસ કોલકાત્તા કંન્ટ્રોલ રૂમથી સ્વાગત કરતાં કહ્યું, મે યૂ ટચ ધ સ્કાય વિથ ગ્લાૅરી,હેપ્પી હન્ટિંગ,હેપ્પી લેન્ડિંગ
ભારતીય સરહદમાં ઘૂસતાં જ સુખોઇ ૩૦ એમકેઆઇએ રાફેલને એસ્કોટ કર્યું હતુ૭ હજાર કિંમી. દૂર ફ્રાન્સથી સોમવારે રવાના થયેલા પાંચ ફાઇટર જેટ રફાલ આજે ભારે ઉત્સાહતિત અને રોમાંચભર્યા માહોલની વચ્ચે પંજાબમાં ભારતીય વાયુદળના અંબાલા એરબેઝ પર ભારતની જમીનને સ્પર્શ કર્યો ત્યારે વાયુદળના વડા એરમાર્શલ આરકેએસ ભદૌરિયા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમનું અને પાયલટનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. અંબાલામાં આ યુદ્ધ વિમાનોને વોટર સેલ્યૂટ આપવામાં આવ્યું. આ પ્રસંગે લોકોની ભીડને રોકવા અંબાલા એરબેઝની આસપાસ કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. અને એરબેઝની આસપાસ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચાર કે વધુ લોકોના એકત્ર થવા પર અને ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ચાર વર્ષ પછી આ અતિઆધુનિક ઘાતક સુવિધાયુક્ત લડાકૂ વિમાનો આખરે ભારતના વાયુદળમાં સામેલ થઇ ગયા હતા. ભારતે કુલ ૩૬ વિમાનોનો ઓર્ડર આપ્યો છે. તેમાંથી પાંચ વિમાનો ચીન સાથે તણાવપૂર્ણ માહોલની વચ્ચે ભારતને મળતાં ભારત હવાઇ સુરક્ષાની રીતે વધુ મજબૂત બન્યું છે.
ઈથી જ્યારે રાફેલે ઉડાન ભરી તો થોડીવાર બાદ ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આ પ્લેન અરબ સાગરથી પસાર થયા તો ૈંદ્ગજી કોલકાતાના કન્ટ્રોલ રૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જી કોલકાતા કન્ટ્રોલ રૂમની અંદરથી કહેવામાં આવ્યું કે, ઇન્ડિયન નેવલ વાૅર શિપ ડેલ્ટા ૬૩ એરો લીડર. મે યૂ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, હેપ્પી હન્ટિંગ, હેપ્પી લેન્ડિંગ.’
ફ્રાંસમાંથી આવેલા પ્રથમ પાંચ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયા છે. આ અંગેની જાણકારી દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી હતી. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, ‘બડ્‌ર્સ’ અંબાલા ખાતે સુરક્ષિત લેન્ડ થઈ ગયા છે. રાફેલના ભારતમાં લેન્ડિંગ સાથે જ ભારતીય આર્મીના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. આ એરક્રાફ્ટ આવતા ભારતીય એરફોર્સની ક્ષમતામાં વધારો થશે. દુશ્મન દેશ ભારત પર હુમલો કર્યા પહેલા હવે અનેક વખત વિચારશે.
આ ફાઈટર વિમાનોએ સોમવારે ફ્રાન્સીસી શહેર બોરદુના મેરિગ્નેક એરબેઝથી ઉડાણ ભરી હતી. વિમાન લગભગ ૭૦૦૦ કિમીનું અંતર કાપીને બુધવારે એટલે કે આજે અંબાલા પહોંચ્યાં. આ વિમાનોમાં એક સીટવાળા ૩ વિમાનો અને બે સીટવાળા બે વિમાન છે.
ભારતીય સરહદમાં ઘુસતા જ સુખોઈ ૩૦ સ્દ્ભૈંએ રાફેલને એસ્કોર્ટ કર્યું. રાફેલ વિમાન એક સાથે ૧૦૦ વિમાનો પર નજર રાખી શકે છે. તેની બાજ નજરથી બચવું મુશ્કેલ છે. અત્યાર સુધી ભારત પાસે સુખોઈ તરીકે ચોથી પેઢીનાં યુદ્ધ વિમાન હતા, પરંતુ હવે રાફેલનાં રૂપમાં ૪.૫ પેઢીનાં વિમાન આવી ચુક્્યા છે. રાફેલની તાકાત ઘાતક છે અને તેનું નિશાન અચૂક છે.
જણાવી દઈએ કે, ભારતને ૩૬ રાફેલ ફાઈટર જેટ મળવાના છે. જેમાં ૧૮ અંબાલા અને ૧૮ પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. હાસીમારા એરબેઝ ચીન અને ભૂતાન સરહદની નજીક છે. બે એન્જિન ધરાવતા આ ફાઈટર જેટમાં બે પાયલટ બેસી શકે છે. ઊંચા વિસ્તારોમાં લડવા માટે જાણીતુ આ ફાઈટર એક મિનિટમાં જ ૬૦ હજાર ફૂટની ઊંચાઈએ જઈ શકે છે.
ભારતે ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ફ્રાંસીસી એરોસ્પેસ કંપની દસાૅલ્ટ એવિએશનથી ૩૬ રાફેલ લડાકૂ વિમાન ૫૯,૦૦૦ કરોડ રૂપિયાની કિંમત ખરીદ્યા હતા. અને આની જ એક ખેપ ભારતમાં આવી છે. ચીન સાથે તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે ભારતીય સીમામાં રાફેલની એન્ટ્રીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રાફેલ ચોથી પેઢીનું ફાઇટર જેટ છે. તે અનેક ભૂમિકા ભજવવામાં સક્ષમ કોમ્બેટ ફાઇટર જેટ છે. ગ્રાઉન્ડ સપોર્ટ, ડેપ્થ સ્ટ્રાઇક અને એન્ટી શિપ અટેકમાં સક્ષમ છે. તેની તાકાતનો અંદાજાે એનાથી લગાવી શકાય છે કે તે નાના ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ છે. રાફેલ એરક્રાફ્ટ ૯૫૦૦ કિલોગ્રામ ભાર વહન કરવામાં સક્ષમ છે. તે મહત્તમ

Follow Me:

Related Posts