fbpx
રાષ્ટ્રીય

ભીમા-કોરેગાંવ કેસમાં અત્યાર સુધી ૧૨ની ધરપકડ ભીમા-કોરેગાંવ કેસઃ એનઆઇએએ ડીયુ પ્રોફેસર હની બાબૂની કરી ધરપકડ

ભીમા-કોરેગાંવ કેસમાં અત્યાર સુધી ૧૨ની ધરપકડ
ભીમા-કોરેગાંવ કેસઃ એનઆઇએએ ડીયુ પ્રોફેસર હની બાબૂની કરી ધરપકડભીમા-કોરેગાંવ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ૨૮- જુલાઈએ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હની બાબૂની ધરપકડ કરવામાં આવી છે. હની બાબૂની એનઆઇએની મુંબઈની ઓફિસમાં ૨૩ જુલાઈથી પૂછપરછ ચાલી રહી હતી.
દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજીના આસિસ્ટન્ટ પ્રોફેસર બાબૂ પર નક્સલ ગતિવિધિઓ અને માઓવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે.
સપ્ટેમ્બર ૨૦૧૯માં પૂણે પોલીસે હની બાબૂના નોઈડા સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. જેમાં તેમનો મોબાઈલ ફોન અને કાૅમ્પ્યુટર જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
હની બાબૂની પત્ની અને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર જેની રોવેનાને ૨૮-જુલાઈએ એનઆઇએ તરફથી એક કાૅલ આવ્યો અને તેમને જણાવાયું કે, બાબૂની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ કહેવાયું કે, હની બાબૂના ગત વર્ષે જપ્ત કરવામાં આવેલા કાૅમ્પ્યુટરમાંથી એક ગુપ્ત ફોલ્ડર મળી આવ્યું છે. જેમાં આરોપ લગાવવા માટે પૂરતા પુરાવા મળ્યા છે.

Follow Me:

Related Posts