fbpx
રાષ્ટ્રીય

શ્વાસ લેવાની સમસ્યા હોય તો કોરોના વધારે ખતરનાક કોરોના વાયરસ સીઝનલ નથીઃWHO ની ગંભીર ચેતવણી

શ્વાસ લેવાની સમસ્યા હોય તો કોરોના વધારે ખતરનાક
કોરોના વાયરસ સીઝનલ નથીઃ WHO ની ગંભીર ચેતવણીકોરોના વાયરસ પર ડબલ્યુએચઓએ એકવાર ફરી લોકોને ચેતવ્યા છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે લોકોએ કોઇપણ પ્રકારનાં ભ્રમમાં ના રહેવું જાેઇએ કે કોરોના વાયરસ એક મોસમી બીમારી છે જે ઋતુ બદલાતા ઓછી થઈ જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રવક્તા માર્ગરેટ હૈરિસે એક વચ્ર્યુઅલ બ્રીફિંગમાં  કે કોરોના વાયરસ મહામારી એક મોટી લહેર છે. હૈરિસે ઉત્તર ગોળાર્ધમાં ગરમીનાં હવામાનમાં આ વાયરસને લઇને કોઈપણ પ્રકારની લાપરવાહી ના કરવાની ચેતવણી આપી છે.
હૈરિસે  કે, કોરોના વાયરસ કોઈ સામાન્ય ઇન્ફ્લૂએન્ઝા જેવો નથી જે ઋતુ બદલવાની સાથે ઓછો થઈ જાય. ડબલ્યુએચઓનાં અધિકારીઓએ હોંગકોંગમાં ફરીવાર કોવિડ-૧૯નાં વધી રહેલા કેસોને લઇને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે  કે આ વાયરસ માણસોનાં નિયંત્રણની બહાર છે, જાે કે આપણે એક સાથે મળીને આને ફેલાતો રોકી શકીએ છીએ. હૈરિસે  કે, આપણે અત્યારે કોરોના વાયરસની પહેલી લહેરનો સામનો કરી રહ્યા છીએ. આ એક મોટી લહેર બનવાની છે જે ઉપર-નીચે જઇ રહી છે, પરંતુ સૌથી સારી વાત એ છે કે આપણે આ કર્વને ફ્લેટ કરી શકીએ છીએ.
ગરમીનાં હવામાનમાં અમેરિકામાં કોરોનાનાં વધતા કેસોની તરફ ઇશારો કરતા હૈરિસે  કે, આપણે વધારે સતર્ક અને સુરક્ષાનાં નિયમોનું પાલન કરવાની જરૂરિયાત છે. તેમણે લોકોને એક સાથે ભેગા ના થવાની પણ ચેતવણી આપી છે. હૈરિસે  કે, લોકો અત્યારે પણ આને મોસમી બીમારી તરીકે જાેઇ રહ્યા છે. આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે આ એક નવો વાયરસ છે, જે અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે અને આ વાયરસ દરેક મોસમમાં રહેવાનો છે.
જાે તમને પહેલાથી જ શ્વાસ લેવાની બીમારી છે તો તમારા સ્વાસ્થ્ય માટે વધારે ખતરનાક થઈ શકે છે.

Follow Me:

Related Posts