fbpx
રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશમાં મંત્રી તુલસી સિલાવત અને તેમના પત્ની કોરોનાગ્રસ્ત થયા

મધ્ય પ્રદેશમાં મંત્રી તુલસી સિલાવત અને તેમના પત્ની કોરોનાગ્રસ્ત થયામધ્ય પ્રદેશના પાણી પુરવઠા મંત્રી તુલસી રામ સિલાવત અને તેમના પત્નીને કોરોનાનું સંક્રમણ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મંત્રીએ પોતાને તેમજ પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગત ટ્‌વીટ કરીને જણાવી હતી.
પાણી પુરવઠા મંત્રીએ ટ્‌વીટ કરીને અપીલ કરી હતી કે છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોએ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવો. ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંત્રી સિલાવત અને તેમની પત્નીને જલ્દી સાજા થવા શુભેચ્છા આપી હતી.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ગત સપ્તાહે કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મંગળવારે શિવરાજ સિંહે હોસ્પિટલમાંથી સૌપ્રથમ વચ્ર્યુઅલ કેબિનેટ બેઠક સંબોધી હતી. તેમણે કોરોના સારવાર અંગે જણાવ્યું કે જાે વાયરસ સંક્રમણની વહેલા જાણ થઈ જાય છે તો તેની સારવાર થઈ શકે છે. સીએમ ચૌહાણની અગાઉ રાજ્યના સહકારી મંત્રી અરવિંદ સિંહ ભદોરિયાને પણ કોરોના થયો હોવાનું જણાયું હતું.

Follow Me:

Related Posts