fbpx
રાષ્ટ્રીય

પોલીસે જપ્તી માટે કોર્ટમાં અરજી કરી ગેંગસ્ટર વિકાસ દુબેના ભાઇની સંપત્તિ જપ્ત કરશે ઉ.પ્રદેશ પોલીસ

પોલીસે જપ્તી માટે કોર્ટમાં અરજી કરી
ગેંગસ્ટર વિકાસ દુબેના ભાઇની સંપત્તિ જપ્ત કરશે ઉ.પ્રદેશ પોલીસકાનપુર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયેલા ડાૅન વિકાસ દૂબેના ભાઇની બેસુમાર સંપત્તિ જપ્ત કરવાની તજવીજ કરી રહી હોવાની જાણકારી મળી હતી.
ત્રીજી જુલાઇએ વિકાસ દૂબે અને એની ગેંગે આઠ પોલીસ મેનની હત્યા કરી ત્યારથી વિકાસનો ભાઇ દીપ નાસતો ફરે છે. પોલીસ એને શોધી રહી છે પરંતુ એ પોલીસના હાથમાં આવ્યો નથી. પોલીસે એને પણ શરણે આવવાનું  હતું પરંતુ હજુ સુધી એ ક્્યાંય દેખાયો કે ઝડપાયો નથી. વિકાસના એન્કાઉન્ટર પછી કદાચ એ પોતાનો જાન બચાવવા પોલીસને શરણે આવશે એવી ધારણા હતી. પરંતુ એવું કંઇ બન્યું નથી. એની વાટ જાેયા બાદ હવે પોલીસે કોર્ટમાં દીપની તમામ સંપત્તિ જપ્ત કરવાની અરજી કરી હતી. એક પોલીસ અધિકારીએ  કે કોર્ટ રજા આપે એટલે તરત દીપની સંપત્તિ પોલીસ જપ્ત કરી લેશે.
અત્રે એ યાદ કરવા જેવું છે કે દીપ અને વિકાસની માતા સરલા દેવીએ દીપને પણ મિડિયા દ્વારા જાહેર અપીલ કરી હતી કે પોલીસને શરણે આવી જા. પરંતુ દીપે માતાની અપીલનો કોઇ પ્રતિભાવ આપ્યો નહોતો. વિકાસનાં કાળાં કામોથી ત્રાસેલી એની માતાએ આઠ પોલીસમેનની હત્યા બાદ વિકાસને ઠાર કરવાની જાહેર અપીલ પોલીસને કરી હતી.

Follow Me:

Related Posts