fbpx
રાષ્ટ્રીય

ઉગ્રવાદીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યા બાદ જવાનો પર ગોળીઓ વરસાવી મણિપુરમાં સેના પર ઉગ્રવાદીઓનો હુમલોઃ ત્રણ જવાન શહિદ,૬ ઘાયલ

ઉગ્રવાદીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યા બાદ જવાનો પર ગોળીઓ વરસાવી
મણિપુરમાં સેના પર ઉગ્રવાદીઓનો હુમલોઃ ત્રણ જવાન શહિદ,૬ ઘાયલહુમલા પાછળ PLA નો હાથ હોવાની આશંકામણિપુરમાં સેનાના જવાનો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે તો ૬ જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બુધવારે રાત્રે આશરે ૧.૧૫ કલાકે રાજધાની ઇમ્ફાલથી ૯૫ કિલોમીટર દૂર પર ચંદેલ જિલ્લામાં થઈ છે. આ પહાડી વિસ્તાર છે.
ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદી સમૂહો વિરુદ્ધ ઓપરેશન દરમિયાન ૪ આસામ રાઇફલ્સના ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. જવાનો પર ઘાત લગાવીને ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં છ જવાનોને ઈજા પણ પહોંચી છે. જેને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મણિપુરના સ્થાનિક ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ સૌ પ્રથમ બ્લાસ્ટ કર્યો અને પછી જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ઈમ્ફાલથી ૧૦૦ કિલોમીટર દૂર આ વિસ્તારમાં રઈન્સફોર્સમેન્ટ મોકલવામાં આવી છે.
સૂત્રોનું કહેવું છે કે મણિપુરના સ્થાનીક ઉગ્રવાદી સમૂહ પીપુલ્સ લિબરેશન આર્મીએ હુમલાને અંજામ આપ્યો છે. સેના તરફથી ઉગ્રવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી  હતું. આ સાથે ભારત-મ્યાનમાર સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પાછલા વર્ષે નવેમ્બરમાં જ ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના કેમ્પ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓએ સૈન્ય કેમ્પમાં બોમ્બ ફેંક્્યા હતા. ત્યારબાદ ઉગ્રવાહી નજીકના પહાડોમાં ભાગી ગયા હતા. તે ઘટનામાં સેનાનો કોઈ જવાન ઈજાગ્રસ્ત થયો નહોતો.
કહેવામાં આવે છે કેને ચીન તરફથી નાણાંકીય સહાય આપવામાં આવે છે. ખૂફિયા એજન્સીઓનાં જણાવ્યા પ્રમાણે ચીનની મદદથી આ ઉગ્રવાદી સંગઠન ભારતીય જવાનો પર હુમલો કરે છે. આ ઉગ્રવાદી સંગઠનની સ્થાપના ૧૯૭૮માં એન વિશ્વેશ્વર સિંહે કરી હતી.

Follow Me:

Related Posts