fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ મોરેશિયસ સુપ્રિમ કોર્ટના બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું ભારત એ દેશ નથી જે વિકાસના બહાને પાડોશીઓને જાળમાં ફસાવેઃ મોદી

વડાપ્રધાન મોદીએ મોરેશિયસ સુપ્રિમ કોર્ટના બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું
ભારત એ દેશ નથી જે વિકાસના બહાને પાડોશીઓને જાળમાં ફસાવેઃ મોદીવડાપ્રધાને ચીન પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું અમે કોઇ દેશમાં વિકાસ પ્રોજેક્ટ માટે કોઇ શરત રાખતા નથીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ચીન પર જબરદસ્ત પ્રહારો કર્યા છે. તેમણે ભારતની મદદથી તૈયાર મોરેશિયસ સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન ભાષણમાં  કે ભારત એ દેશ નથી જે વિકાસ પ્રોજેક્ટના બહાને પાડોશીઓને જાળમાં ફસાવે છે અને પછી તેને ઘૂંટણિયે ટેકવા મજબૂર કરે છે. પીએમે  કે ઇતિહાસે આપણને બધાને પાઠ ભણાવ્યો છે વિકાસ ભાગીદારીઓના નામ પર કેટલાંય દેશોને ર્નિભરતા ભાગીદારીઓ માટે મજબૂર કરાયા. તેનાથી ઔપનિવેશક અને સામ્રાજ્યવાદી શાસનનો આરંભ થયો. તેનાથી વૈશ્વિક તાકાતોના અલગ-અલગ બ્લોક બન્યા.
પ્રધાનમંત્રીએ ભારતના પાડોશીઓની સાથો સાથ દુનિયાના અન્ય દેશોની સાથે વિકાસ ભાગીદારીની પાછળની ભાવના પણ સમજાવી. તેમણે અફઘાનિસ્તાનથી લઇ નાઇજીરિયા સુધીના ઉદાહરણ આપ્યા અને  કે ભારત દેશોની સંપ્રભુતા, વૈશ્વિક વિવધાતનું સમ્માન કરે છે. મોદીએ  કે ભારતની ડેવલપમેન્ટ પાર્ટનરશીપના કેન્દ્રમાં સમ્માન, વિવિધતા, ભવિષ્યનો ખ્યાલ અને ટકાઉ વિકાસ થાય છે. તેમણે  કે વિકાસમાં સહયોગની પાછળ ભારત માટે સૌથી મોટો મૌલિક સિદ્ધાંત છે- બીજા પાર્ટનર્સનું સમ્માન કરો. આ જ અમારી પ્રેરણા છે. આ જ કારણ છે કે અમે કોઇ દેશમાં વિકાસ પ્રોજેક્ટ માટે કોઇ શરત રાખતા નથી.
પીએમે આગળ  કે ભારતની ડેવલપમેન્ટ પાર્ટનરશિપ્સ બહુઆયામી છે. વાણિજ્યથી સંસ્કૃતિ સુધી, ઉર્જાથી એન્જિનિયરિંગ સુધી, સ્વાસ્થ્યથી આવાસ સુધી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રકચર સુધી, રમતથી વિજ્ઞાન સુધી- ભારતે આખી દુનિયના દેશોની સાથે કામ કરી રહ્યા છે. તેમણે ભારતના વૈશ્વિક સહયોગની ચર્ચા કરી અને  કે જાે ભારતને અફઘાનિસ્તાનમાં સંસદ ભવન બનાવાનું ગૌરવ પ્રાપ્ત છે તો નાઇઝરમાં મહાત્મા ગાંધી કન્વેંશન સેન્ટરના નિર્માણમાં ભૂમિકા નિભાવવાની પણ ખુશી છે.
પીએમે  કે ભારત કોઇની મદદ કરી કોઇ એજન્ડા પાળતું નથી પરંતુ તેને પોતાનું સૌભાગ્ય સમજે છે. તેમણે  કે ભારતને માત્ર તમારા વર્તમાનમાં જ મદદ કરીને ગૌરવની અનુભૂતિ થતી નથી પરંતુ તમારા યુવાનો અને આવાનારી પેઢી માટે શ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણમાં મદદ કરવા પર અમારું સૌભાગ્ય સમજીએ છીએ.
મોદીએ ભારતની મદદથી તૈયાર મોરેશિયસની સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગના બંને દેશોની વચ્ચે ખાસ મિત્રતાને દર્શાવે છે. તેના ઉદ્ઘાટનના અવસર પર પીએમે  કે ભારત અને મોરેશિયસની વચ્ચે ખાસ મિત્રતા એ બીજી એક બિલ્ડિંગ નક્કી કરી છે. પોર્ટ લુઇમાં સુપ્રીમ કોર્ટનું નવું ભવન બંને દેશોના પરસ્પર સહયોગ અને મૂલ્યોની નિશાની છે.

Follow Me:

Related Posts