fbpx
રાષ્ટ્રીય

ભારતમાં હવે નવા પૂજા સ્થળની જરૂર નથીઃ કાર્તિ ચિદમ્બરમે રામ મંદિરનો વિરોધ કર્યો

ભારતમાં હવે નવા પૂજા સ્થળની જરૂર નથીઃ કાર્તિ ચિદમ્બરમે રામ મંદિરનો વિરોધ કર્યો ૫ ઓગસ્ટે અયોધ્યામાં નવા રામ મંદિરનુ નિર્માણ શરુ થઈ જશે.એ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે રામ મંદિરનો વિરોધ કર્યો છે.
કાર્તિ ચિદમ્બરમે સોશ્યલ મીડિયા પર કહ્ય્š હતુ કે, ભારતમાં હવે નવા પૂજા સ્થળની જરુર નથી.કાર્તિએ સવાલ ઉઠાવ્યો છે કે, રામ મંદિરના ભૂમિપૂજન માટેનુ મુહૂર્ત પણ કાઢવામાં આવ્યુ છે.શું તેની પાછળ કોઈ જ્યોતિષિય કારણ છે, આ માટે સમયની પસંદગી કરવાનો ર્નિણય આશ્ચર્યજનક છે.બુધવારે ૧૨ વાગ્યા થી દોઢ વાગ્યા સુધીનો સમય રાહુકાળ છે.આ દરમિયાન કોઈ શુભ કાર્ય શરુ થઈ શકે નહી.જાેકે હું મારી વાત પર કાયમ છું કે, દેશને નવા પૂજા સ્થળની જરુર નથી.
કાર્તિએ પોતાના જુના ટિ્‌વટને ફરી દોહરાવીને કહ્ય્š હતુ કે, મારુ દ્રઢ પણે માનવુ છે કે, ભારતને કોઈ પણ જાતના નવા મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારાની જરુરિયાત નથી.આપણી પાસે આવા સ્થળો પૂરતા છે.

Follow Me:

Related Posts