fbpx
રાષ્ટ્રીય

સુપ્રિમના કોર્ટના ચીફ જસ્ટિસ બોબડેને મળી ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા

સુપ્રિમના કોર્ટના ચીફ જસ્ટિસ બોબડેને મળી ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સુર વધારી દેવામાં આવી છે.સરકારે તેમને ઝેડ પ્લસ સિક્્યુરિટી આપવાનુ નક્કી કર્યુ છે.
ગૃહ મંત્રાલય દ્વારા આઈબીના રિપોર્ટના આધારે ચીફ જસ્ટીસનુ સુરક્ષા વધારવાનો ર્નિણય લીદો છે.આ પહેલા એસ એ બોબડેને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.હવે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા અપાઈ છે.જેમાં સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવે છે.બહુ ગણતરીના લોકોને આ કેટેગરીની સિક્્યુરિટી આપવામાં આવે છે.
જસ્ટિસ બોબડે ભારતના ૪૭મા ચીફ જસ્ટિસ છે.તેમણે ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.આ પહેલા તેઓ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચુક્્યા છે.૨૦૧૩માં તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકે ફરજ બજાવવાનુ શરુ કર્યુ હતુ.તેઓ ૨૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ નિવૃત્ત થવાના છે.એ પહેલા જાેકે તેમની સુરક્ષા વધારવાનો ર્નિણય સરકારે લીધો છે.

Follow Me:

Related Posts