fbpx
રાષ્ટ્રીય

કોરોના મહામારીને પગલે સીબીડીટીએ કરદાતાઓને રાહત આપી સરકારનો મોટો ર્નિણયઃ હવે ૩૦ સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ઇનકમ ટેક્સ રિટર્ન

કોરોના મહામારીને પગલે સીબીડીટીએ કરદાતાઓને રાહત આપી
સરકારનો મોટો ર્નિણયઃ હવે ૩૦ સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ઇનકમ ટેક્સ રિટર્નદેશમાં કોરોના સંકટ વધુ ઘેરું બન્યું હોવાથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. આવકવેરા વિભાગે ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી કરદાતાઓને આપી છે. સીબીડીટીના જણાવ્યા મુજબ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને કરદાતાઓને રાહત આપતા આવકવેરો ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈથી લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે આ અંગે ટ્‌વીટ કરી કરદાતાઓને આઈટીઆર ભરવાની તારીખ લંબાવીને રાહત આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. ઈન્કમ ટેક્સ વિભાગના મતે ૨૦૧૮-૧૯નું અને આકારણી વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું આવકવેરા રિટર્ન ૩૧ જુલાઈને બદલે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ભરી શકાશે.
અગાઉ નાણા મંત્રી ર્નિમલા સિતારમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ૧૩ મે ૨૦૨૦ના યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૦થી લંબાવીને ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી કરાઈ છે.
નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું આઈટીઆર ફાઈલ કરવાની તારીખ ૩૧ જુલાઈ અને ૩૧ ઓક્ટોબરથી વધારીને ૩૦ નવેમ્બર કરાઈ છે. ટેક્સ ઓડિટની અવધિ ૩૦ સપ્ટેમ્બરથી વધારીને ૩૧ ઓક્ટોબર કરવામાં આવી છે.

Follow Me:

Related Posts