fbpx
રાષ્ટ્રીય

લોકોને ખોટા સપના બતાવી રહી છે સરકાર ચાર વસ્તુ દેશને બરબાર કરી દેશે,આ ભ્રમ બહુ ઝડપથી તૂટી જશેઃ રાહુલના મોદી પર પ્રહાર

લોકોને ખોટા સપના બતાવી રહી છે સરકાર
ચાર વસ્તુ દેશને બરબાર કરી દેશે,આ ભ્રમ બહુ ઝડપથી તૂટી જશેઃ રાહુલના મોદી પર પ્રહાર કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક ટ્‌વીટ કરીને લખ્યું છે કે, ‘મોદી દેશને બરબાદ કરી રહ્યા છે.’ તેમણે  કે ચાર વસ્તુ દેશને બરબાદ કરી દેશે. આ ભ્રમ બહુ ઝડપથી તૂટી જશે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું ‘મોદી દેશને બરબાદ કરી રહ્યા છે. નોટબંધી, જીએસટી, કોરોના મહામારીમાં દુર્વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રોજગારીનો સત્યાનાશ.’ રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે, ‘તેમના પૂંજીવાદી મીડિયાએ એક માયાજાળ રહી છે. આ ભ્રમબહુ ઝડપથી તૂટી જશે.’
આ પહેલા રાહુલ ગાંધીએ ગત થોડા મહિનાઓમાં લાખો લોકો ભવિષ્ય નિધિમાંથી પોતાના પૈસા ઉપાડી રહ્યાનો હવાલો આપતા મંગળવારે આરોપ લગાવ્યો હતો કે કોરોના વાયરસની મહામારીને રોકવામાં સદંતર નિષ્ફળ રહેલી મોદી સરકાર લોકોને ‘ખૂબ સુંદર ખોટા સપના’ બતાવી રહી છે.
રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું કે, “નોકરી લઈ લીધી. જમા રકમ હડપ કરી લીધી. બીમારીનો ફેલાવો પણ ન રોકી શક્્યા. પરંતુ તેઓ શાનદાર ખોટા સપના બતાવે છે.” કાૅંગ્રેસ નેતાએ જે સમાચાર શેર કર્યા હતા તેના પ્રમાણે એપ્રિલથી જુલાઇ સુધી ૮૦ લાખ લોકોએ ભવિષ્ય નિધિમાંથી ૩૦ હજાર કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.

Follow Me:

Related Posts