fbpx
રાષ્ટ્રીય

સચિન સામે બોલિંગ કરવાની તક મને સાચે જ રોમાંચીત કરી દેતી હતીઃ બ્રેટલી

સચિન સામે બોલિંગ કરવાની તક મને સાચે જ રોમાંચીત કરી દેતી હતીઃ બ્રેટલી મેદાનમાં સચિન તેંડુલકર અને નો મુકાબલો જાેવા જેવો રહેતો હતો. એક બાજુ દુનિયાનો સૌથી ઝડપી બોલર અને બીજી બાજુ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બેટ્‌સમેન. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં આ બંનેનો મુકાબલો જાેરદાર થતો હતો. બંનેએ એક બીજાની વિરૂદ્ધ પોતાની રમતને એક અલગ સ્તર ઉપર લઈ જવી પડતી હતી. જ્યારે સામે મુકાબલો બરાબરીનો હોય ત્યારે મજબૂત થઈને રમવું પડે છે અને કંઈક એવું જ આ બંને ખેલાડીઓ વચ્ચે થતું હતું.
એક સમાચાર પત્રની સાથે વાત કરતા બ્રેટલીએ જણાવ્યું હતું કે વન ડે ક્રિકેટમાં મારો રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટ કરતા સારો છે. એટલા માટે કે મને લાગે છે કે વન ડેમાં મને ટેસ્ટના મુકાબલે વધારે તક મળી. જ્યારે હું ૧૬૦ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે હું ૧૮ મહીના સુધી ૧૨માં ખેલાડી તરીકે પસંદ કરાયો હતો. ૨૦૦૫-૦૬માં હું વધારે મેચ રમ્યો નથી. મને લાગે છે કે જેની અસર મારી ટેસ્ટ કારકિર્દી ઉપર પડી છે. મારી બોલિંગનો અંદાજ એક દિવસીય ક્રિકેટનો વધારે યોગ્ય હતો. મને યાદ છે કે સચિન તેંડૂલકર સામે બોલિંગ કરવાની તક મને સાચે જ રોમાંચીત કરી દેતી હતી.
ઓસ્ટેલિયાના બોલરે વધુમાં જણાવ્યું હતું કે સચિનની સામે બોલિંગ કરતા પહલે હું એ નક્કી કરતો હતો કે હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરું. તમે જ્યારે દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી સામે ઉતરવા માંગો છો તો તમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે. હું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપી શક્્યો કારણ કે સચિને મારીથી તે કરાવ્યું.

Follow Me:

Related Posts