fbpx
રાષ્ટ્રીય

ભારત વિરુદ્ધ ચાલ ચાલી રહ્યું છે નેપાળ? લિપુલેખમાં ચીને તૈનાત કર્યા ૧ હજાર જવાન

ભારત વિરુદ્ધ નિવેદનબાજી વચ્ચે શું નેપાળ ચીન સાથે મળને કોઈ નવી ચાલ ચાલી રહ્ય્šં છે? આ સવાલ લિપુલેખ પાસે ચીની સેનાની વધતી ગતિવિધિને જાેતા ઉઠી રહ્યો છે. એવું જાણવા મળી રહ્ય્šં છે કે લદ્દાખમાં ચીની સૈનિકો ભલે પાછળ હટવાની વાત ચાલી રહી હોય, પરંતુ લિપુલેખ વિસ્તારમાં ન્છઝ્ર પાસે એક હજાર જેટલા ચીની સૈનિકો તૈનાત કરી દેવાયા છે. લિપુલેખ ભારત, નેપાળ અને ચીનની સીમાઓને સ્પર્શે છે, અને તે પાછલા કેટલાક દિવસોથી ખાસ્સો ચર્ચામાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચીન લદ્દાખ બાદ હવે લિપુલેખમાં પોતાની સેના તૈનાત કરી રહ્ય્šં છે. તેણે સૈનિકોની એક બટાલિયન મતલબ કે એક હજારથી વધુ જવાન તૈનાત કર્યા છે. સામે પક્ષે ભારતે પણ તેટલા જ જવાનો પોતાના ક્ષેત્રમાં તૈનાત કરી દીધા છે. ભારત અને ચીન વચ્ચે ત્રણ મહિનાથી લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે. ૪૫ વર્ષ બાદ અહીં ૧૫ જૂને હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. હવે લદ્દાખમાં વાતચીત બાદ બંને દેશની સેનાઓ ધીરે-ધીરે પાછળ હટી રહી છે. જાેકે, તેવામાં હવે લિપુલેખમાં ચીન ચાલ ચાલી રહ્ય્šં હોવાનું જાણવા મળી રહ્ય્šં છે. અહેવાલ અનુસાર લિપુલેખ વિસ્તારમાં હવે ચીની સૈનિકો દેખાઈ રહ્યા છે.
લિપુલેખ પાસ એ જ વિસ્તાર છે કે જ્યાં ભારતે માનસરોવર યાત્રા માટે નવો રુટ બનાવ્યો છે. ભારતે બનાવેલા ૮૦ કિમી લાંબા રસ્તા પર નેપાળે વાંધો વ્યક્ત કરતા આ વિસ્તાર ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ નેપાળે પોતાના નક્શામાં આ વિસ્તારને દર્શાવી વધુ વિવાદ ઉભો કર્યો હતો. તેમાં કાલાપાની, લિપુલેખ પણ સામેલ હતા. હાલ ભારત ચીનના સૈનિકોની તૈનાતી સાથે નેપાળ પર પણ પૂરી નજર રાખી રહ્ય્šં છે.

Follow Me:

Related Posts