fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન, ગૃહમંત્રી શાહ, રાહુલ ગાંધી સમેત નેતાઓએ રક્ષા બંધનની પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન, ગૃહમંત્રી શાહ, રાહુલ ગાંધી સમેત નેતાઓએ રક્ષા બંધનની પાઠવી શુભેચ્છા

દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ખૂબજ ધામધૂમથી મનવાઈ રહ્યો છે. ભાઈબહેનના પવિત્ર તહેવાર પર લોકો એકબીજાને શુભકામના પાઠવી રહ્યા છે. આ પ્રવાહમાં કોંગ્રેસના નેતા રાહુલગાંધીએ પણ દેશવાસીઓને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શુભકામના પાઠવી છે. સાથે જ તેમણે પોતાની બહેન પ્રિયંકાગાંધી સાથેનો ફોટો શેર કર્યો છે. રક્ષાબંધન તહેવાર પર તમામ ભાઈબહેનોને એકબીજાને અભિનંદન,પ્યાર અને આશીર્વાદ આપી રહ્યા છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ પણ ટિ્‌વટર પર દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામના પાઠવી છે. સાથે જ એક ફોટો શેર કર્યો છે. જેમાં પ્રિયંકા ગાંધી અને રાહુલગાંધી એકબીજાના ગળે મળી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરતા લખ્યું કે આપ તમામને રક્ષાબંધનની શુભકામનાઓ. સાથે પ્રિયંકા ગાંધી સાથેની ખૂબજ સુંદર ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો ૧૯ જૂન ૨૦૧૯ના રાહુલગાંધીના જન્મદિવસ પર ક્લિક કરેલો છે. ફોટામાં પ્રિયંકા જન્મદિવસની શુભકામના પાઠવવા પહોંચી હતી. બંને ભાઈબહેનમાં અતૂટ પ્રેમ છે. આ વાતની કેટલાક ફોટો દ્વારા વ્યક્ત થઈ ચૂક્્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ એક ફોટો આવ્યો હતો જેમાં બંને ભાઈ બહેન એક બીજા પ્રત્યે પ્રેમ અને સન્માન દેખાડતા હતા.
રાહુલ ગાંધી સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પણ દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી છે. મોદીએ ટિ્‌વટ કરતાં લખ્યું, રક્ષાબંધનના પાવન પર્વ પર સમસ્ત દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ત્યા કોરોના પોઝીટીવ ગૃહમંત્રી અમિતશાહે પણ દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામના પાઠવી છે. રવિવારે અમિતશાહને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેઓ હોસ્પિટલમાં ભર્તિ થઈ ગયા છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું કે કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાવા પર મેં ટેસ્ટ કરાવ્યો અનેરિપોર્ટ પોઝીટીવ આવતાં ડોક્ટરની સલાહ મુજબ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છું. મારો અનુરોધ છે કે આપમાંથી કોઈ મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતે સ્વયં આઈસોલેટ થઈને પોતાને તપાસ કરાવી લે.

Follow Me:

Related Posts