fbpx
રાષ્ટ્રીય

પીએનબી કૌભાંડઃ બ્રિટન કોર્ટે નિરવ મોદીની કસ્ટડી ૨૭ ઑગસ્ટ સુધી લંબાવી

પીએનબી કૌભાંડઃ બ્રિટન કોર્ટે નિરવ મોદીની કસ્ટડી ૨૭ ઑગસ્ટ સુધી લંબાવી

ભારતમાં સૌથી મોટું બેન્ક કૌભાંડ આચરનાર અને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થયેલા નીરવ મોદીની બ્રિટનની અદાલતે કસ્ટી ૨૭ ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૪૦૦૦ કરોડ રૂપિયાથી વધારે રકમનું સૌથી મોટું લોન કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલો આરોપ અને દાગીનાનો વેપારી નીરવ મોદી હાલ યુકેની જેલમાં છે અને તેની વિરુદ્ધ ભારત દ્વારા પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. આજે નિયમિત રૂપે થતી સુનાવણી ઓનલાઇન થઇ હતી. જેમાં યુકેની કોર્ટે નીરવ મોદીની કસ્ટડી ૨૭ ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે અને હવે સપ્ટેમ્બરમાં સુનાવણી થશે.
ગયા વર્ષે માર્ચ મહિનામાં યુકેમાં ધરપકડ કરાયા બાદ દક્ષિણ- પશ્ચિમ લંડનની વેન્ડ્‌સવર્થ જેલમાં રખાયેલા આ ૪૯ વર્ષના દાગીનાના વેપાર નીરવ મોદી આજે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ વેનેસા બેરાઇટર સમક્ષ વીડિયોલિંક દ્વારા સુનાવણી માટે હાજર થયા હતો.
ન્યાયાધીશે  કે, આ કેસની આગામી સુનાવણી ૭ સપ્ટેમ્બરથી પાંચ દિવસ માટે સુનાવણી પહેલાં કેસ મેનેજમેન્ટની સુનાવણી હશે. નીરવ મોદી ફરીથી વિડીયોલિંક દ્વારા ઉપસ્થિત થશો. તમારા વકીલો કોર્ટમાં હાજર થઈ શકે છે,” ન્યાયાધીશ બેરેટેસે જણાવ્યું હતું કે, કોરોનાવાયરસ લોકડાઉન પછી યુકેની અદાલતોમાં કામગીરીના ભાગરૂપે રિમોટ સેટિંગથી સુનાવણી ચાલી રહી છે.

Follow Me:

Related Posts