fbpx
રાષ્ટ્રીય

ચીને ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરીઃ રક્ષામંત્રાલયનું સ્વિકારનામ

ચીને ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરીઃ રક્ષામંત્રાલયનું સ્વિકારનામ

ભારત અને ચીનની વચ્ચે લદાખમાં ચાલી રહેલા વિવાદ પર રક્ષા મંત્રાલયએ અધિકૃત રીતે સ્વીકાર્યું છે કે ચીને ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. નોંધનીય છે કે, આ વર્ષે મે મહિનામાં ચીને પૂર્વ લદાખ સરહદની અંદર ઘૂસણખોરી કરી અને સ્થિતિ એ સમયે વધુ બગડી જ્યારે બંને દેશોની સેનાઓની વચ્ચે હિંસક ઘર્ષણ થયું. જેમાં ભારતીય સેનાના કર્નલ સહિત ૨૦ સૈનિક શહીદ થયા હતા. તો બીજી તરફ ચીની સેનાના પણ અનેક જવાન હતાહત થયા. આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશોની વચ્ચે મંત્રણા ચાલી રહી છે.
રક્ષા મંત્રાલયે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા એક દસ્તાવેજમાં  છે કે, ૫ મેથી ગલવાનમાં ચીનની ગતિવિધિઓ વધી ગઈ હતી. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ચીને ૧૫ કુગરાંગ નાલા, ગોગરા એટલે કે ઁઁ ૧૭ છ અને પેન્ગોગ લેકના નોર્ધન બેન્ક પર ૧૭-૧૮ મેના રોજ ઘૂસણખોરી કરી હતી.
મંત્રાલયના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, આ વિવાદ લાંબો ચાલી શકે છે. ભારત-ચીનની વચ્ચે વિવાદ ખતમ કરવા માટે બંને દેશોના કોર કમાન્ડરની વચ્ચે પાંચ વાર મંત્રણા થઈ ચૂકી છે. ન્છઝ્ર પર તણાવ તો ઓછો થયો છે પરતુ સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો.
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના લેહ પ્રવાસ દરમિયાન સૈનિકોને સંબોધિત કરતાં પણ આ વાતનો ઈશારો કર્યો હતો કે ઉકેલ શોધવા માટે વાતચીત ચાલી રહી છે પરંતુ એ વાતની કોઈ ગેરન્ટી નથી કે  સુધીમાં આ વિવાદ ઉકેલાશે.

Follow Me:

Related Posts